તસ્કરોનો તરખાટ:નડિયાદમાં કબ્રસ્તાન ચોકડીથી સંત અંન્ના ચોકડી વચ્ચે પાર્ક કરેલી ટ્રકમાંથી 1.63 લાખના પાર્સલો ચોરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં પાર્ક કેરલ આઈસર ટ્રકમાંથી પાર્સલોની ચોરીની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ છે. કબ્રસ્તાન ચોકડીથી સંત અંન્ના ચોકડી વચ્ચે પાર્ક કરેલ આઈસર ટ્રકમાંથી રૂપિયા 1.63 લાખના જુદા જુદા વેપારીઓના પાર્સલો ચોરાયા છે. અજાણ્યા વ્યક્તિએ ટ્રક પાછળની ગ્રીન નેટ અને દોરડા કાપી ચોરી કરી આચરી ફરાર થયો છે.

મધરાત બાદ અજાણ્યા વ્યક્તિએ ચોરી આચરી ફરાર થયો
નડિયાદ શહેરમાં અમદાવાદી દરવાજા બહાર કુંભાર ચાલીમાં રહેતા 55 વર્ષીય અનવરશા સુલતાનશા દીવાન પોતે શહેરના શેરકંઠ તળાવ પાસે આવેલ શ્રી કનૈયા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં છેલ્લા 18 વર્ષથી ડ્રાઇવિંગની નોકરી કરી રહ્યા છે. ગત 5 જાન્યુઆરીના રોજ આણંદ કનૈયા ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ખેડા જિલ્લાના કઠલાલ, કપડવંજ, મહુધા અને નડિયાદ શહેરના વેપારીઓના માલના અલગ અલગ કુલ 143 પાર્સલ નડિયાદ ટ્રાન્સપોર્ટની આઇસર ટ્રકમાં ભરી અનવરશા મધરાતે નડિયાદ આવ્યા હતા. જ્યાં તેઓએ પોતાના ઘરની આગળ કબ્રસ્તાન ચોકડીથી સંત અંન્ના ચોકડી વચ્ચે આ ટ્રક પાર્ક કરી હતી.

પોલીસે ચોરીને ગુનો નોંધ્યો
બીજા દિવસે વહેલી સવારે અનવરશા દિવાન અહીંયા પાર્ક કરેલ આઈસર ટ્રક પાસે આવતા તેઓએ વાહનના પાછળના ભાગે બાંધેલ દોરડા તથા અંદર લગાવેલ ગ્રીન નેટ કાપેલી હાલતમાં જોઈ હતી. તપાસ કરતા 143 પૈકી 41 પાર્સલો જેની અંદાજિત કિંમત રૂપિયા 1 લાખ 63 હજાર 763ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર બનાવ સંદર્ભે આજે ઉપરોક્ત વાહન ચાલક અનવરશા દિવાને નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...