રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધી છે. સાત દિવસમાં નાસતા ફરતા 16 આરોપીઓની અટકાયત, 14 ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત જ્યારે 15 ઇસમો વિરુદ્ધ તડીપાર દરખાસ્ત કરી કાર્યવાહી કરી છે.ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. તા 11 થી 17 નવેમ્બર સુધી કુલ 14 નાસતા ફરતા આરોપીઓ વિરૂધ્ધ પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યું છે.
જેમાં 3 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે જિલ્લા તડિયારમાં 15 આરોપીઓ વિરૂધ્ધ પ્રપોઝલ તૈયાર કર્યુ છે. જિલ્લામાં નાસતા ફરતા કુલ 16 આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યાર સુધીમાં આશરે 800 જેટલા પરવાના વાળા હથિયાર જમા લેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.