માતરમાં બેંક બહાર મૂકેલી બાઇકને પંકચર કરી ગઠિયાઅોઅે ખેડૂતના રૂા. 1.50 લાખની તફડંચી કરી હતી. માત્ર 5 મિનિટમાં બાઇકની સાઇડ બેગમાં મૂકેલા નાણાનો ગઠિયાઅોઅે ખેલ પાડી દીધો હતી. માતરના ખરાટી પંચાયત ઘરની સામે રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ખેતી કરી ગુજરાન ચલાવે છે. શુક્રવાર સવારે નવ વાગ્યાના અરસામાં ધર્મેન્દ્રસિંહ બાઇક લઇ માતર આવવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં લીંબાસીમાં કામ પૂર્ણ કરી 11:30 વાગ્યાના અરસામાં માતર એસબીઆઇ બેંકમાં પહોંચ્યા હતા.
ત્યાં બેંકના લોન અધિકારીને મળતા ધર્મેન્દ્રસિંહના પિતાની સહી લઇ આવવા જણાવ્યું હતું. તેથી ધર્મેન્દ્રસિંહ દલીલ કરી હતી કે પિતાની ઉંમર 90 વર્ષની છે અને તે માતર આવી શકે તેમ નથી. તેથી બેંક અધિકારીએ એક કર્મચારીને ધર્મેન્દ્રસિંહ સાથે ખરાટી મોકલ્યા હતા ત્યાં અને ધર્મેન્દ્રસિંહ પિતાની સહી કરાવી બંને બાઇક પર માતર બેંકમાં પરત આવ્યા હતા. ત્યાં બેંકમાં ક્રોપ લોનના રૂ 1.50 લાખ સાથે રહેલ કાળા કલરની થેલીમાં મૂકી બેંક બહાર નીકળ્યા હતા.
તે સમયે ધર્મેન્દ્રસિંહ બાઇકના આગલા ટાયરમાં પંચર જોવા મળતા હાથમાં રહેલ પૈસાની થેલી બાઇકની બેંગમાં મૂકી બાઇક દોરી બેંકની સામે આવેલ પંચરવાળાની દુકાને પંચર કરાવવા માટે ગયા હતા. ત્યા પંચરવાળાને પંચરવાળાને બોલાવી પરત આવતા બાઇકની બેગની ચેન ખુલ્લી જોવા મળતા બેંગમાં તપાસ કરતા બેંગમાં મૂકેલ રૂ 1.50 લાખ કોઇ લઇ ગયુ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ અંગે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.