ટુલ્સ, ઇકવીપમેન્ટ, સોર્ટિંગ/ ગ્રેડીંગના સાધનો યોજના અંતર્ગત ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામ ખાતે વજન કાંટાના વેરીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી નડિયાદ દ્વારા અનુસુચિત જાતિના 15 ખેડૂતમિત્રોને સબસીડીના સહાય ધોરણે ટુલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ યોજના અંતગર્ત વજન કાંટા આપવામાં આવ્યા.
મદદનીશ બાગાયત નિયામક જે. આર. પટેલ તથા એમ.જે. ગોસ્વામીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ખેડૂતમિત્રોને વજન કાંટાનો લાભ આપવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે ખેડૂતોને પાકના વજનની જાણકારી મેળવી તેઓ સાથે કોઈપણ પ્રકારની છેતરપીંડી ન થાય અને પાકનું સારી રીતે વેચાણ કરી શકે તે હેતુસર બાગાયત અધિકારીઓ દ્વારા વજનકાંટાની સહાય આપવામાં આવી છે.
બાગાયત અધિકારી એમ.જે.ગોસ્વામીએ જણાવ્યું કે અનુસુચિત જાતિના 15 ખેડૂતોને વજનકાંટાની સબસીડી આપવામાં આવેલ છે. આ પહેલા ખેડૂતો જ્યારે માર્કેટમાં કોઈપણ પાક લઈને જતા ત્યારે વજન કે તોલમાપમાં ઘટ પડવી કે વધારે થવાની સમસ્યાના કારણે તેમને નુકશાન આવતું હતું અને હવે વજનકાંટાની સહાય થકી આ ખેડૂતો પાકનું સંપૂર્ણ વજન માપી શકશે તેમજ સારો લાભ મેળવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.