કાર્યવાહી:ચકલાસીના પંડિનગરમાં જુગાર રમતાં 13 ઝડપાયા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ચકલાસી સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે ચકલાસી પંડિતનગર સભાનપૂરા ફળીયાના નાકે કેટલાક ઇસમો અંગત ફાયદા માટે જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ ટીમ બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો.

જેમાં વિક્રમભાઇ વાઘેલા, ભરતભાઇ ઝાલા, શિવાભાઇ વાઘેલા, બળવંતભાઇ વાઘેલા, ગોવિંદભાઇ વાઘેલા, હિમતસિંહ વાઘેલા, દિલીપભાઇ વાઘેલા, દિગ્વિજયસિંહ વાઘેલા, પ્રવિણભાઇ વાઘેલા, મનિષકુમાર વાઘેલા, કરણકુમાર દીપકભાઈ વાઘેલા, અજયકુમાર અરવિંદભાઈ વાઘેલા અને બુધાભાઇ ફતાભાઇ પરમારને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત તેર વ્યક્તિની અંગઝડતી કરતા રોકડ રૂ 23, 580, દાવ પરથી રૂ 4620 મળી કુલ રૂ 28,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...