ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આખડોલ ગામે સ્ટેટ મોનિટરીંગ સેલે પખવાડિયા અગાઉ 12.40 લાખનો દારૂ કબ્જે કર્યો હતો. આ બનાવમાં કુલ 19 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો, એમાંથી 1 આરોપી સ્થળ પરથી તો બાકીના વોન્ટેડ થયેલા પૈકી 3ની અટકાયત કરવામાં આવી છે.પોલીસે અહીયાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રેક્ટર તથા ટ્રોલી મળી કુલ રૂપિયા 17લાખ 45 હજાર 700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થામા મુખ્ય સૂત્રધાર આરોપી છે તે ગામનો પૂર્વ સરપંચ હોવાનું ખૂલ્યું હતું.
રૂપિયા 12 લાખ 40 હજાર 500નો દારૂ પોલીસે કબ્જે લીધો હતો
ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસની હદમાં આવેલ આખડોલ ગામની સીમમાંથી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરીંગ સેલએ ગત 29મી ડીસેમ્બરના રોજ કર્યો હતો. જ્યાંથી ટ્રેક્ટરના ટ્રોલીમા ઈંગ્લીશ દારૂની બોટલો 337 તથા અન્ય મળી કુલ 7392 બોટલો કિંમત રૂપિયા 12 લાખ 40 હજાર 500નો દારૂ પોલીસે કબ્જે લીધો હતો. આ બનાવમા પોલીસે એક ટ્રેક્ટર તથા ટ્રોલી મળી કુલ મળીને રૂપિયા 17લાખ 45 હજાર 700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બનાવ સ્થળેથી હિતેશ કનુભાઈ પરમારને ઝડપી લેવાયો હતો.
દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી ગામનો માજી સરપંચ
જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર, અતુલ ઉર્ફે ભુરીયો રાજુભાઈ પરમાર, ચંદ્રકાંત ઉર્ફે લાલો અમૃતલાલ સોની (તમામ રહે.આખડોલ), તેમજ દારૂ ઉતારી ભરી આપનાર મજુર સુનિલ પરમાર, દસો પરમાર સહિત કેસરી કલરનું મધ્યપ્રદેશ પાર્સિંગનુ કન્ટેનરનો ચાલક/માલિક, સફેદ નંબર વગરની મારુતિ ઈકો કારનો ચાલક/માલિક, સફેદ કલરની ક્રેટા કારનો ચાલક/માલિક, કાળા કલરની ક્રેટા જેવી કારનો ચાલક/માલિક અને અજાણ્યા દારૂ ઉતારી ભરી આપનાર આઠ મજુરો આ તમામ વોન્ટેડ છે. આ તમામ લોકો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી હતી. મહત્વની વાત એ છે કે, આરોપીઓમાં દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર છે તે ગામનો માજી સરપંચ છે અને તેની પત્ની જિલ્લા પંચાયત સભ્ય છે
વોન્ટેડ આરોપીઓ પૈકી 3ને પકડી લેવાયા
જ્યારે આ દરમિયાન ફરાર થયેલા સુનિલકુમાર મગનભાઈ જેસિંગભાઈ વાઘેલા, દશરથભાઈ ઉર્ફે દશો રણછોડભાઈ પરમાર, અતુલ ઉર્ફે ભુરો રાજુભાઇ ઉમેદભાઇ પરમાર (બુટલેગરનો ભત્રીજો) તમામ રહે. આખડોલ રણછોડપુરાને પોલીસે ઝડપી પાડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.