મહેમદાવાદ શહેરની દૂધ ઉત્પાદક સહકારી મંડળી માંથી ભેળસેળ વાળું દૂધ આવતું હોવાની ગંધ આણંદ સ્થિત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ)ને આવતા સભાસદોના દૂધ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 12 સેમ્પલમાં ભેળસેળનો રિપોર્ટ આવ્યો હતો. જેથી સંઘ દ્વારા દૂધ નહીં લેતા બે ટંક થી ડેરીને તાળા મારી દેવાયા હતા. જોકે સંઘ દ્વારા મુકવામાં આવેલ શરતો મુજબ મંડળી દ્વારા એફિડેવિટ કરી આપતા શુક્રવાર સાંજ થી દૂધ લેવાની કાર્યવાહી રાબેતા મુજબ બની હતી.
મહેમદાવાદ એપીએમસી પાસે દુધ ઉત્પાદક સહકારી મંડળી આવેલ છે. અહીં હરરોજ બે ટંક 325 સભાસદો દુધ ભરવા માટે આવતા હોય છે. જેમનું દુધ આણંદ સ્થિત ખેડા જિલ્લા દુદ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)માં ભરવામાં આવે છે. મહેમદાવાદ માંથી જતા દૂધમાં ભેળસેળ ની ગંધ આવતા સંઘનો ટેસ્ટીંગ સ્ટાફ ગુરૂવારના રોજ મહેમદાવાદ ડેરી ખાતે આવ્યો હતો. જેમના દ્વારા તમામ સભાસદો ના દૂધ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેના લેબોરેટરી પરિક્ષણમાં 12 સભાસદોના સેમ્પલમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવતા જ સંઘ દ્વારા દૂધ લેવાનું બંધ કરી દેવાયું હતું. સંઘ દ્વારા શ રત મુકવામાં આવી હતી કે ડેરી અને મિલાવટીયા સભાસદો દ્વારા ફરીથી આવી ભુલ નહીં થાય તેવું એફિડેવિટ આપવામાં આવશે ત્યારબાદ જ દુધ લેવામાં આવશે. જેથી મહેમદાવાદ ડેરીના ચેરમેન અને અન્ય સ્ટાફ દ્વારા ડિફોલ્ટર સભાસદો પાસે એફિડેવિટ કરાવી સંઘમાં જમા કરાવતા આખરે શુક્રવારે સાંજ થી ડેરીની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.