ગુણવત્તા નિયંત્રણ માટે ચકાસણી:ખેડા જિલ્લામાં બિયારણ, જંતુનાશક દવા અને ખાતરના 115 વિક્રેતાઓને ત્યાં દરોડા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 115 ઉત્પાદકોને ત્યા આકસ્મિક ચકાસણી કરાઈ
  • 40ને નોટિસ ફટકારી અને 17 નમુના લેવાયા

ખેડા જિલ્લામાં આગામી ખરીફ ઋતુમાં વાવેતર સમયે ખેડૂતોને પુરતા પ્રમાણમાં અને ઉત્તમ ગુણવત્તા વાળા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ મળી રહે તે હેતુસર ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા તકેદારી રાખવા માટે સંયુક્ત ખેતી નિયામક દ્વારા ક્ષેત્રીય કક્ષાએ આંતર જિલ્લા સ્કવોર્ડની રચના કરી 3 દિવસ માટે ચેકીંગનું અભિયાન છેડ્યું હતું. જે દરમિયાન 115 ઉત્પાદકોને ત્યા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.

ખેડૂતોને યોગ્ય ગુણવત્તા વાળી ખેત સામગ્રી પુરી પાડવામાં આવે તથા લેભાગુ તત્વો દ્વારા ખેડૂતોને અનાધિકૃત કે હલકી ગુણવત્તા વાળી ખેત સામગ્રીનું વિતરણ કે પ્રચાર ન થાય તે માટે ત્રણ જુદી જુદી ટીમો દ્વારા જિલ્લામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ દિવસે 28 વિક્રેતાઓને ત્યા ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાંથી 5 ને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.

બિજા દિવેસ 29 વિક્રેતાઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 18 ને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. અને કાર્યવાહીના ત્રીજા દિવસે 58 વિક્રેતાઓના ત્યા ચકાસણી દરમિયાન 17 ને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ત્રણ દિવસ દરમિયાન કુલ 17 જેટલા બિયારણ, જંતુનાશક દવાના નમુના એકત્ર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...