ભાસ્કર વિશેષ:જિલ્લા-તાલુકાના 11 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ખાતે દંડક પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો શિક્ષકોનો સન્માન સમારોહ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઈપ્કોવાલા હોલમાં વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ ચંદ્રેશકુમાર ડેડાણી, સંજયકુમાર વાઘેલા, માધવસિંહ ગઢવી અને તાલુકા કક્ષાએ એઝાઝઅહેમદ મુકરદમ, ભગીરથીબેન પ્રજાપતિ, સુજયકુમાર પટેલ, હેમાંગીનીબેન ભટ્ટ, હર્ષદકુમાર વણકર, પન્નાબેન પરમાર, તેજશભાઈ શાહ, રેખાબેન ગણેશભાઈ વાઘેલાને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન મળ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી એસ.ડી.પટેલ દ્વારા તથા આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન એફ.યુ.ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન એ.આઈ.પંડયા, ઈ.ચા.ડાઈટ પ્રાચાર્ય એમ.બી.પરમાર જિલ્લા પ્રાથમિક શાળાના 900 થી વધુ અને માધ્યમિક શાળાના 400 થી વધુ શિક્ષકો ઉપરાંત તમામ શિક્ષણ સંઘોના આગેવાનો અને શિક્ષણને સંલગ્ન અધિકારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...