બોર્ડ એક્ઝામ અપડેટ:ખેડા જિલ્લામાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ત્રીજા દિવસે SSCમાં 21 અને HSCમા બે પ્રવાહમાં થઈને 108 વિદ્યાર્થીઓ ગેરહાજર

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. સોમવારથી શરુ થયેલી પરીક્ષામાં ત્રીજા દિવસે કુલ 129 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. જેમાં SSCમા 21 ગેરહાજર તો HSCમાં બે પ્રવાહમાં થઈને 108 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે.

ધોરણ 12 સામાન્ય ઈતિહાસના પ્રશ્નપત્રમાં 795 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આજે બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે ગુરુવારે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ અને આંકડાશાસ્ત્રનુ પ્રશ્નપત્ર હતું. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનુ પ્રશ્નપત્ર હતું. આમાં ધોરણ 10માં 1621 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે 21 ગેરહાજર રહ્યા છે. તો બીજી બાજુ આ સમયગાળા દરમિયાન ધોરણ 12 સામાન્ય ઈતિહાસના પ્રશ્નપત્રમાં 795 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અને આમા 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે.

આવતીકાલે ધોરણ 10મા બેઝિક ગણિત તો 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર
બપોરે યોજાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આંકડાશાસ્ત્રના પેપરમાં 4046 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે 44 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. વાત વિજ્ઞાન પ્રવાહની કરીએ તો, આજે રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં 3015 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે 47 વિદ્યાર્થીઓ આ પ્રવાહમાં ગેરહાજર રહ્યા છે. આમ HSCમા બે પ્રવાહમાં થઈને 108 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. આવતીકાલે ધોરણ 10મા બેઝિક ગણિત, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર પ્રશ્નપત્ર છે. જેની તૈયારીઓ માટે વિધાર્થીઓ લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...