માહોલ ગરમાયો:ચીફ ઓફિસરના વલણના વિરોધમાં 100 કર્મચારીની વીજળીક હડતાળ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં કર્મચારી અને અરજદાર વચ્ચે તૂતૂ મેમે
  • ​​​​​​​CO અને કર્મચારી મંડળ વચ્ચે 20 મિનિટમાં સમાધાન

નડિયાદ પાલિકામાં પણ બુધવારે થોડા સમય માટે કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં માહોલ ગરમાયો હતો. નગરપાલિકાની ભાડે આપેલ મિલકતમાં ચાલતી દુકાન બાબતે વિવાદ ચાલી રહ્યો હોઈ અરજદાર દ્વારા પાલિકામાં માહિતી માંગવામાં આવી હતી. જોકે અરજદાર દ્વારા માંગવામાં આવેલ માહિતી પૈકી કેટલીક માહિતી ભાડુઆતના અંગત જીવન સાથે સંકળાયેલ હોઈ તેણે માહિતી નહીં આપવા માટે વાંધા અરજી આપેલ હતી.

જેથી પાલિકા દ્વારા માહિતીનો જવાબ નહીં આપતા બુધવારે સવારે અરજદાર જાતે નગરપાલિકા પહોંચીને COને મળ્યાં હતા. પરંતુ CO દ્વારા કર્મચારીના પક્ષને મજબુતી આપવાના બદલે જવાબદારીમાંથી હાથ ખંખેરતા પાલિકાના 100થી વધુ કર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા. જોકે હડતાળને પગલે કર્મચારી આગેવાનો, પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે યોજાયેલ વાટાઘાટ દરમિયાન સમાધાન થતા 20 જ મિનિટમાં હડતાળ સમેટાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...