ચોરીનો માલનો ભાગ પાડતા હતા અને પોલીસ ત્રાટકી:વડતાલ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોના પાકીટ તેમજ અન્ય કિંમતી વસ્તુની ચોરી કરનાર આઠ મહિલા સહિત 10 ઝડપાયા

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં ચોરેલ મુદ્દામાલનો ભાગ પાડતા હતા ત્યાં જ એલસીબીએ તમામને ઝડપી લીધા

વડતાલ મંદિર ખાતે દર્શાનાર્થે આવેલા ભક્તોના કિંમતી માલ સામનની ચોરી થતી હોવાની બૂમો ઊઠી હતી. જેના પગલે ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તસ્કરોને પકડવા કામગીરીમાં લાગી હતી. આ દરમિયાન આવા કિંમતી સામાન ચોરનાર 8 મહિલા સહિત 10 વ્યક્તિઓને નડિયાદમાંથી ઝડપી પાડ્યા હતા. આ ગેંગ જ્યારે ચોરીનો માલનો ભાગ પાડતી હતી આ દરમિયાન પોલીસે ત્રાટકી તમામને ઝડપી લીધા છે.
પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી
ખેડા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ એકાદશી તહેવાર નિમિત્તે મંદિરોમાંથી દર્શન માટે આવતા ભક્તોના અછોડા તેમજ પાકીટ ચોરી તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓના ચોરી થવાના બનાવો ચિંતાજનક રીતે વધી ગયા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ વડતાલ ખાતે એલ.સી.બી.પોલીસે અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી,હ્યુમન રીસોર્સીસના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, નડિયાદ સંતરામ નાની શાક માર્કેટની પાછળની ગલીમાં આ ચોરી આચરેલ લોકો ભેગા થઇ ચોરીના માલ સામાનનો ભાગ પડી રહ્યા છે.
1 લાખ 36 હજારનો મુદ્દામાલ જપ્ત
પોલીસે અહીંયા ત્રાટકી કુલ 8 મહિલાઓ તથા બે ઇસમોને ચોરી કરેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સાથે ઝડપી લીધા છે. પોલીસે 1 લાખ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પૂછપરછ કરતાં પકડાયેલી મહિલાઓએ એવી કબુલાત કરી હતી કે, વડતાલ મંદિર ખાતેથી દર્શનાર્થે આવતી મહીલાઓના દોરા છળકપટથી ચોરી કર્યા હતા. આથી પોલીસે આ બાબતે ચકલાસી પોલીસમાં તપાસ કરતાં આ બાબતની ફરિયાદો પણ નોંધાયેલી છે. ઉલ્લેખનીય છે કે દર્શન માટે આવતા લોકોના અછોડા તેમજ પાકીટ ચોરાય છે પરંતુ પોલીસની માથાકૂટમાં કોણ પડે તેમ માની લોકો ફરિયાદ આપતા નથી જેના કારણે આ લોકો આવા ધંધામાં આગળ વધી રહ્યા છે.
​​​​​​​પકડાયેલ આરોપીઓ
વિજયભાઇ જયંતિભાઇ લસણીયા (રહે.નડીયાદ, ઇન્દીરાનગરી), વિજયભાઇ કનુભાઇ તળપદા (રહે,નડીયાદ, શિવાલય એપાર્ટમેન્ટની પાછળ, છાપરામાં ઇન્દીરા ગાંધી માર્ગ), ગંજીબેન કાન્તીભાઇ ચુનારા ( રહે.નડીયાદ, ઇન્દીરાનગરી), સુભદ્રાબેન ઉર્ફે શોભાબેન ભરતભાઇ દંતાણી (રહે,નડીયાદ, ઇન્દીરાનગરી), મંજુબેન કિશોરભાઇ દંતાણી (રહે,ધંધુકા, ઇન્દીરાનગરી), મધુબેન વિજયભાઇ દંતાણી (રહે.નડીયાદ, ઇન્દીરાનગરી), આશાબેન શંકરભાઇ લસણીયા (રહે.નડીયાદ, ઇન્દીરાનગરી), ભારતીબેન કાંતીભાઇ લસણીયા (રહે.નડીયાદ, ઇન્દીરાનગરી), સવિતાબેન ઉર્ફે સેવતાબેન દિપકભાઇ લસણીયા (રહે.નડીયાદ, ઇન્દીરાનગરી) અને સંગીતાબેન રવિ ઉર્ફે મનોજભાઇ લસણીયા (રહે.નડીયાદ, અનેરી હાઇટ્સની સામે, નડિયાદ)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...