અકસ્માત:સેવાલિયા-ડાકોર રોડ પર અંગાડી પાસે અકસ્માતમાં 1નું મોત, 1ને ઈજા

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો

સેવાલિયા-ડાકોર રોડ ઉપર આવેલ અંગાડી પાસે ડાકોર થી આવતી અલ્ટો ગાડીના ચાલકનું સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ટીંબાના મુવાડા ગામે રહેતા અલ્કેશભાઇ રાવજીભાઈ પટેલ ઉ.વ આશરે 50 વર્ષ અને તેનો ભત્રીજો ગૌરાંગ પટેલ બંને પોતાની અલ્ટો ગાડી નંબર GJ 17 BN 8543 લઈને ડાકોર તરફથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે અંગાડી પાસે આવેલ કબ્રસ્તાન પાસે આવતા ગાડીના ચાલક ગૌરાંગ પટેલ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી કબ્રસ્તાનના કમ્પાઉન્ડમાં જઈને પીલ્લર સાથે અથડાઈને દૂર ઘસડાઈ હતી.આ અકસ્માતના બનાવમાં પાછળ બેઠેલા અલ્કેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું.

જ્યારે ગાડીના ચાલક ગૌરાંગ પટેલ શરીરે ઓછાવત્તા પ્રમાણમાં ઈજા થઈ હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહ કબ્જે લઈ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...