અકસ્માત:થર્મો પ્લાસ્ટિક પટ્ટી લગાવતી કાર પાછળ બીજી કાર અથડાતાં 1ને ઇજા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત

નડિયાદ ગામની સીમમાંથી પસાર થતો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે નડિયાદ નજીક શનિવારના રોજ અકસ્માત સર્જાયો હતો.રોડ વિભાગની ગાડીને અન્ય ગાડીએ અડફેટ મારતાં અકસ્માત સર્જાયો હતો.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક રોડ વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આઇ.આર.બી દ્વારા રોડ ઉપર થર્મો પાલ્ટીકનો પટ્ટો લગાવવાનુ કામ હાઇવે પર શરૂ હતુ.તે સમયે વડોદરા તરફથી આવતી ગાડી જી.જે.01 આરએક્સ 5508 ના ચાલકે રોડ ઉપર પટ્ટાનું કામ કરી રહેલ મહિન્દ્રા પીકઅપ ડાલુ આર.જે.41 જીએ 2708ને અડફેટ મારી હતી.

આ બનાવથી એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.આ બનાવની જાણ હાઇવે પેટ્રોલિંગ અને સ્થાનિક પોલીસને થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યારે આ બનાવમાં અમદાવાદના બોપલમાં રહેતા આનંદભાઇ મહેન્દ્રભાઈ પંચાલને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...