આંદોલન:ખેડા જિલ્લામાં 430 NHM કર્મીની 1 દિવસની સામૂહિક માસ સીએલ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લા પંચાયત સહિત રાજ્ય સરકાર સાથે સંકળાયેલ NHM કર્મચારીઓની સતત થઈ રહેલી અવગણનાને પગલે ગુજરાત NHM કર્મચારી મંડળ દ્વારા એક દિવસની માસ સીએલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે શુક્રવારના રોજ ખેડા જિલ્લાના 430 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા. મહત્વની વાત છેકે અગાઉ આશા બહેનો, આંગણવાડી કાર્યકર, કાયમી કર્મચારીઓ તથા અન્ય જે લોકોએ પગાર વધારાની માંગ સાથે હડતાળ આંદોલન કર્યા હતા.

તેમની માંગણીઓ પર નિર્ણય લેવાયા હોય તો NHM કર્મચારીઓની માંગણી પર કયા કારણોસર ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે? તેવા પ્રશ્નો કર્મચારીઓની લાગણીને ધ્યાનમાં લઈ NHM યુનિયન ગુજરાત દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને તા.21 ઓક્ટોબરના રોજ એક દિવસની માસ સીએલ કરવામાં આવી હતી. હવે પછી પણ જો કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...