ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી 1 કેસ કોરોનાનો હતો, પરંતુ આજે તે રિકવર થયો તો અન્ય એક કેસ સામે આવ્યો છે. નડિયાદ તાલુકાના ચકલાસીમાં USAથી આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ સંદર્ભે 33 જણના સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યો છે.
સંપર્કમાં આવેલા વ્યક્તિઓના સેમ્પલ લેવાયા
કોરોનાએ ખેડા જિલ્લામાં પણ ધીમે ધીમે માથું ઉચકવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને વિદેશથી આવતા લોકો કોરોનામાં સપડાઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા એક વિદેશમાંથી આવેલો વ્યક્તિ કોરોનામાં સપડાયો હતો, ત્યારબાદ નડિયાદ તાલુકાના ચકલાસીમાં રહેતા અને યુએસએથી આવેલા એક વ્યક્તિને બોમ્બે એરપોર્ટ પર તપાસ કરાવતા તેનો કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આ બાબતની જાણ ખેડા જિલ્લા આરોગ્ય તંત્રને કરવામાં આવી હતી. જેથી આરોગ્ય તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. આ દર્દી ચકલાસીમાં આવી ગયો છે. જેથી આ વ્યક્તિના સંપર્કમાં આવનાર 33 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેવાયેલા લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે.
શરદી, ખાંસીના દર્દીઓની સંખ્યા વધી
જિલ્લામાં છેલ્લા પખવાડિયામાં આ બીજા દર્દીને લઈ આરોગ્યતંત્ર એ કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓ જોવા મળે છે. ત્યારે જિલ્લાની જનતાએ તકેદારી રાખવી જોઈએ તેવું તબીબો જણાવી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા 459 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા છે. તો રસીકરણનો લાભ 468 વ્યક્તિઓએ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.