નડિયાદ સ્થિત કિડની હોસ્પિટલ રૂ.150 કરોડના ખર્ચે નવા રંગ રૂપ ધારણ કરી રહી છે. આગામી દિવસોમાં નવુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકાર થઈ રહ્યું છે. ત્યારે આ અંગે દેશમાં વધી રહેલા કિડનીના દર્દીઓને લઈ હોસ્પિટલના તબીબો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોઅે જણાવ્યું હતું કે ભારત દેશની કુલ વસ્તીના 0.7 ટકા લોકો કિડની ફેલ્યોરની બીમારીથી પીડાઈ રહ્યા છે. જે આંકડો ચિંતાજનક છે.
વર્લ્ડ યુરોલોજી એસો.ના પ્રમુખ અને નડિયાદના જાણીતા યુરોલોજીસ્ટ ડો. મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કિડનીને લગતા દર્દીઓ વધુ જોવા મળે છે. એવા લોકો કે જેને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધારે રહેતા હોય તેવા લોકોને કિડનીને લગતી બિમારીઓ થવાની શક્યતા ઓ વધારે છે.
જોકે આનાથી ડરવાની જરૂર નથી. ફક્ત નિયમિત યોગ, કસરત અને 40 વર્ષ બાદના લોકો સમયસર બોડી ચેકઅપ કરાવતા રહે તો કિડનીને લગતી બીમારીઓથી દૂર રહી શકાય છે. અને જો કોઈ વ્યક્તિને રૂટિન ચેકઅપ દરમિયાન કિડનીને લગતી બીમારી મળી પણ આવે તો વધુ નુકસાન થાય તે પહેલા દર્દીને યોગ્ય સારવાર મળી જતી હોય છે. નડિયાદ કિડની હોસ્પિટલ એ MPUH ના નામથી 1978માં કાર્યરત થઈ હતી. જે છેલ્લા 44 વર્ષથી કિડનીને લગતી બિમારીઓના ક્ષેત્રમાં કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.