મહેમદાવાદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રીપેરીંગની કામગીરી દરમિયાન પાઈપ લાઈન તુટી ગઇ હતી. લાઈન તુટી જવાને કારણે એક સમયે પાણીના ફુવારા ઉડ્યા હતા. અને જોત જોતામાં ચારેબાજુ પાણી પાણી થઈ ગયું હતું. જેના કારણે હજારો લિટર પાણીનો વ્યય થયો હતો.
મહેમદાવાદ નગરના લોકો સત્તાધારી પક્ષના શાસનમાં હેરાન હતા. પરંતુ હવે વહીવટદાર શાસનમાં પણ મુશ્કેલી અટકી રહી નથી. શુક્રવારે બપોરે આસ્થા હોમ પાસે આવેલ હરસિદ્ધિ પાર્ક સોસાયટીમાં પાણી મુદ્દે પાલિકામાં અરજી કરવામાં આવી હતી. જેથી પાલિકાના કર્મચારીઓ રીપેરીંગ કામ માટે સ્થળ પર પહોંચ્યા હતા.
જ્યાં કામગીરી દરમિયાન પાણીની પાઈપ લાઈન તુટી જતા આસ્થા હોમ્સના પ્રવેશ દ્વાર પાસે જ પાણીના ફુવારા ઉડ્યા હતા. થોડીવારમાં તો રોડ પર 500 ફુટ દુર સુધી ફેલાઈ ગયા હતા. જેના કારણે સમગ્ર રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન ખુબ જ મોટી માત્રામાં પાણીનો બગાડ થયો હતો. જેને લઈ સ્થાનિકો દ્વારા પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
પાલિકા હદમાં આવે છે કે ઔડાની તે જોવું પડશે
ઔડામાં આવે છેકે નગરપાલિકામાં તે જોવું પડશે. જો પાલિકામાં આવતુ હશે તો કર્મચારીને મોકલીને જોવડાવી લઈશુ. > પાર્થ ગોસ્વામી, ચીફ ઓફિસર, મહેમદાવાદ
જ્યાંથી પાણીની પાઈપ તૂટી ગઈ છે, ત્યા જોઇન્ટ મરાવી દઈએ છે
મહેમદાવાદ નગરપાલિકાના કર્મચારી કામ કરવા ગયા હતા અને તે દરમિયાન પાણીની પાઇપ તૂટી ગઈ છે. માણસ મોકલીને પાણી નીકળે છે, તે પાઇપ માં જોઈન્ટ મરાવી દઈએ છે. જેથી પાણી નીકળતું બંધ થઈ જશે.> અશ્વિનભાઈ દરબાર, જનરલ ક્લાર્ક, નગર પાલિકા, મહેમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.