મહેમદાવાદ તાલુકાના ખાત્રજ દરવાજાની બહાર આવેલ આંબલીયા વિસ્તાર, કબ્રસ્તાન તથા સકિના મસ્જિદ ઉપરાંતના અનેક વિસ્તારોમાં ગટર અને ગંદકીની સમસ્યાને કારણે રહિશો મુશ્કેલીમાં મુકાયા હતા. 25 થી વધુ મકાનોમાં રહેતા 150 થી વધુ લોકોને છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની ગંદકીમાંથી અવર જવર કરવાની વારી ઊભી થઇ હતી. વિસ્તારમાં વારે વારે ગટર ઉભરાય છે. જેને લઇ રહિશોને દુર્ગંધ ભર્યા વાતાવરણમાં રહેવું પડે છે.
ત્યારે ગટરોના પાણીને લઇ મરછોરોના ઉપદ્રવ વધવાને લઇ ઘરે ઘરે બીમારીના કેસોમાં વધારો થયેલ જોવા મળ્યો હતો. રહિશોના જણાવ્યા મુજબ કબ્રસ્તાનવાળા રોડ પર પાલિકા દ્વારા ઉભરાતી ગટરના ઢાંકણાનું સમારકામ કરવામાં આવતું નથી.
જેને લઇ ગટરની આસપાસ રમતા બાળકો તેમાં પડી જવાનો ભય સૌને સતાવી રહ્યો છે ત્યારે વિસ્તારના રહિશોએ વહેલીતકે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી. આ બાબતે પાલિકાના એન્જિનિયર જયદીપભાઇ સાથે વાત કરતા તેઓએ વિસ્તારમાં કનેક્શન આપી દેવામાં આવ્યું છે, છતાં પણ અમે તપાસ કરીને જે કંઈ કામગીરી કરવાની હશે તેને ધ્યાને લઈને બનતી કામગીરી કરીશું તેમ જણાવ્યું હતું.
આ બાબતે COને 10 વાર રજૂઆત કરી છે
વિસ્તારના રહેવાસીઓ માટે નવી લાઈનો, રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટો જેવી સુવિધાઓ કરાવી છે. પણ આ ગંદકીથી ભરેલ તળાવ વિશે પાલિકાના ચીફ ઓફિસરને 10 વખત રૂબરૂમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતા આ સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું નથી. >કરીમભાઈ વહાબ, કાઉન્સિલર સભ્ય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.