સમૂહ લગ્ન:લીંબાસીમાં ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નમાં 50 યુગલના પ્રભુતામાં પગલાં

માતર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક નવદંપત્તિને લગ્નના દાતાઓ દ્વારા તમામ કરિયાવર આપવામાં આવ્યો

લીંબાસી ગામે ક્ષત્રિય યુવકમંડળ દ્વારા ચોથા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. આ સમૂહલગ્નમાં આજુબાજુ ગામોના ક્ષત્રિય સમાજના 50 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેમાં દરેક નવયુગલોને લગ્નના દાતાઓ દ્વારા તમામ કરિયાવર આપવામાં આવ્યો હતો.

ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નમાં ભાવનગર ખોડિયાર મંદિરના મહંત ચેતનગિરી બાપુ અને સમાજના મોટા નેતાઓ જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેબીનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ સાથે અન્ય જિલ્લાઓમાંથી ધારાસભ્યો અને સમાજના અગ્રણીઓ હાજર રહી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા. સમગ્ર સમૂહ લગ્નનું આયોજન માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને લીંબાસી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...