માથાકૂટ:સરદારપુરાના સેવા કેન્દ્રમાં 30 વર્ષીય યુવકનું ભેદી મોત

મહુધા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુધા ડાકોર રોડ પર ડીજે પર નાચવા બાબતે તકરાર?
  • મૃતકની છાતીના ભાગે ઇજાના નિશાન - વિસેરા લેવાયા

મહુધા ડાકોર રોડ પર સરદારપુરા પાટીયે મહેશ્વરી યુવક મંડળ સેવા કેન્દ્રમાં ગત રાત્રીના ખાણી પીણીની સેવા અાપતા યુવકો પૈકી કલ્પેશભાઇ ઝાલા અચાનક બેભાન થઇ જતા મહુધા સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃત યુવકના પિતા અશોકભાઇ ઝાલાએ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે અન્ય ગામના યુવકો સાથે બોલાચાલી બાદ ઝપાઝપી દરમ્યાન ઘટના બની હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

મહુધા ડાકોર રોડ પર સરદારપુરા પાટીયે સેવા આપવામાં આવતી હતી. તે સમય દરમ્યાન તેઓના દીકરા કલ્પેશભાઈ ઝાલાને અચાનક કંઈક થતા તે બેભાન થઈ ગયા હતા. જેના પગલે તેને તાબડતોબ સારવાર અર્થે મહુધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.

જેને લઈ અશોકભાઈ ઝાલાએ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃત યુવકના છાતીના ભાગે ઈજાના નિશાન જણાતા તપાસ અર્થે વિશેરા એફ.એસ.એલ ખાતે મોકલ્યા હતા. મહુધા પીઆઈ કે.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...