ભાસ્કર વિશેષ:મહુધા આંગણવાડી પાસે સફાઇના અભાવે મચ્છરોનો ત્રાસ

મહુધા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસપાસ જંગલી વનસ્પતિ, ઘાસ સહિત પાણીન ભરાવો ઃ બાળકોમાં રોગચાળો ફેલાવાનો ભય

મહુધા નગરની પ્રા.શાળાના કંપાઉન્ડમાં આવેલ પાંચ જેટલી આંગણવાડીની આસપાસ જંગલી વનસ્પતિ અને ઘાસ સહીત પાણી ભરાઈ રહેતા આંગણવાડી ખાતે આવતા બાળકોમાં રોગચાળો ફેલાવાનો ભય વાલીઓમાં ફેલાયો જોવા મળ્યો હતો. તંત્ર આ બાબતે કામગીરી કરે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.

મહુધા નગર સહીત પંથકની મોટા ભાગની આંગણવાડીની આસપાસ ચોમાસાને પગલે જંગલી વનસ્પતિ અને ઘાસ ઉગી નીકળ્યા હતા. જેના પગલે સાપ સહિત અન્ય જીવજંતુઓ આવી જગ્યાએ ભરાઈ રહેવાની શક્યતાઓ વધી જતી હોય ત્યારે સ્થાનિક પંચાયત સહિત પાલિકાના બાબુઓ દ્વારા સફાઈ મામલે બેદરકારી દાખવવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો હતો. મહુધા નગરની પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં આવેલ પાંચ આંગણવાડી તરફ જવાના રસ્તા પર તેમજ તેની આસપાસ જંગલી વનસ્પતિ તેમજ ઘૂંટણ સુધી ઘાસ ઉગી નીકળ્યું જોવા મળ્યું હતું.

સાથે સાથે વરસાદી માહોલના પગલે અનેક જગ્યાએ અનેક જગ્યાએ પાણી પણ ભરાયેલા રહે છે. આવી પરિસ્થિતિમાં સાપ વીંછી જેવા ઝેરીલા જીવજંતુઓનું જોખમ વધ્યું છે. ત્યારે ઘાસના પગલે મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળતો હોવાને પગલે વાલીઓ પોતાના બાળકોને પરાણે આંગણવાડીએ મોકલવા મજબુર બન્યા હતા. ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત સહિત પાલિકા દ્વારા સ્વચ્છતાની વાતો ફક્ત ભીંત ચિત્રો અને જાહેરાતોમાં જોવા મળતી હોવાનો સૂર ઉઠ્યો જોવા મળ્યો હતો. આમ સત્વરે ગ્રામ પંચાયતો અને નગરપાલિકા દ્વારા આંગણવાડીની આસપાસ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...