દરોડો:મહુધા તાલુકા પંચાયત સભ્યના જેઠ 17 પેટી દારૂ સાથે ઝડપાયો

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગડુમાં જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી
  • કોર્ટમાં રજૂ કરતાં અેક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી તે સમયે બાતમી મળી હતી કે બગડુંના ઉમેદપુરા વિસ્તારમાં રહેતા નરેશ દરબાર પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી તેનુ વેચાણ કરે છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

જ્યાં તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી મળી કુલ 483 અને બિયરના ટીન નં.72 મળી કુલ રૂ.68.700, મોબાઇલ મળી કુલ રૂ 73, 700 નો મુદ્દામાલ જપ્ત કરી બગડું બેઠકના ભાજપના મહુધા તાલુકા પંચાયત સદસ્ય દક્ષાબેન મુકેશભાઇ દરબારના જેઠ નરેશ પ્રતાપસિંહ દરબારને અટકાયત કરી મહુધા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ ટીમ રિમાન્ડ દરમિયાન દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાની ઝીણવટ ભરી તપાસ કરશે. બીજી તરફ ભાજપના તાલુકા પંચાયતના સદસ્યના જેઠ દારૂ સાથે ઝડપાતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...