રોગચાળાનો ભય:મહુધાની સરદારપોળમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતાં રોગચાળાનો ભય

મહુધા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા સમસ્યાનું વહેલીતકે નિરાકરણ આવે તેવી નગરજનોની માગ

મહુધા નગરના સરદારપોળ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી દુષિત પાણી વારંવાર રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં રોગચાળોનો ભય ફેલાયો. છેલ્લા 10 વર્ષથી આ સમસ્યાનો ભોગ બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

મહુધા નગરમાં ભૂગર્ભ ગટર યોજનાથી નગરજનો કફોડી હાલતમાં મુકાયા હતા. નગરના મોટા ભાગના વિસ્તારોમાં વારંવાર ગટરની કુંડીઓમાંથી દુષિત પાણી રસ્તા પર ફરી વળતા હોવાનો પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી નગરજનો માટે માથાના દુઃખાવા સમાન બની હતી. સરકાર દ્વારા મહુધા નગરવાસીઓ માટે ખર્ચેલ સાડા સાત કરોડ ઉપરાંતની માતબર રકમ એળે ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો.

સરદારપોળના નાકે તેમજ પોળની અંદર રહેણાંક મકાનો આગળ ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી અવિરત દુષિત પાણી વહી રહ્યા છે. જેના પગલે કેટલીક જગ્યાએ રહીશોના ઘરના બારણે દુષિત પાણી કાયમી ઘર કરી ગયા હતા. જેના પગલે સ્થાનિકોમાં રોગચાળોનો ભય ફેલાયો છે ત્યારે સત્વરે પાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...