મહુધાની યુવતીને બ્લેકમેઈલ કરી સરદારપુરાના પરિણિત યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. મહુધાની હોસ્પિટલમાં એક યુવતી લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતી હતી. જ્યાં ફરજ દરમ્યાન કામ કાજના બહાને મનોજ ભોજાણી નામનો યુવક યુવતીનો મોબાઇલ નંબર મેળવી મિત્રતા કેળવી હતી.
દરમિયાન યુવક યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. ત્યારે તા.21 એપ્રિલ 2021ના રોજ મનોજ ભોજાણી અચાનક કોઈ દર્દીનું સેમ્પલ લઇ લેબમાં પહોંચ્યો હતો. અને યુવતીને કહ્યુ હતુ કે હું કુંવારો છું તેમ છતાં તમે કેમ મારી સાથે મિત્રતા કે લગ્ન કરવાની ના પાડો છો. તેમ કહી યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કરતા યુવતીએ બૂમાબૂમ કરી હતી.
પરંતુ મનોજે યુવતીનું મોઢું દબાવી દઈ બળાત્કાર ગુજાર્યો હતો. વળી યુવતીના બિભત્સ ફોટા મોબાઈલમાં પાડી સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ શોષણ કરતો હતો.
જેથી કંટાળી ગયેલી યુવતીએ હોસ્પિટલની નોકરી છોડી દીધી હતી. દરમિયાન યુવતીના સગાઇના ફોટા પરિવારજનોએ મોબાઇલ સ્ટેટસમાં મૂકતા મનોજે યુવતીને કહ્યુ હતુ કે આપણા લગ્ન થઇ ગયા છે તેમ છતા તે સગાઈ કેમ કરી છે. આ અંગે પોલીસે મનોજ ભોજાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.