LCBનો દરોડો:મહુધા ભાજપના નેતાની હોટલમાં જુગારધામ પકડાયું, 12 ઝડપાયા

મહુધા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલીણા આઉટ પોસ્ટથી 600 મીટર દૂર LCBનો દરોડો
  • સ્થાનિક પોલીસની પોલ ખુલી રૂા. 5.93 લાખની મતા કબજે

નડિયાદ એલસીબી ટીમે શુક્રવારે રાત્રે મહુધા અલીણા ચોકડી પર શહેર ભાજપ સંગઠન સહ પ્રભારી અને જિલ્લા ભાજપના પૂર્વ મંત્રીની હોટલમાં ચાલતા જુગારધામ છાપો મારી 5.93 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

નડિયાદ એલસીબી ટીમ દ્વારા શુક્રવારની રાતે અલીણા આઉટ પોસ્ટથી 600 મીટર નજીક અલીણા ચોકડી ખાતે મહુધા શહેર ભાજપ સંગઠન સહ પ્રભારી અને જિલ્લા ભાજપના પૂર્વ મંત્રીની હોટલ પરથી જુગારધામ ઝડપી પાડી 12 જુગારીને ઝડપી પાડી રોકડ, 9 મોબાઇલ ફોન અને એક કાર મળી રૂા. 5.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રવિ પ્રવીણભાઈ પટેલ ફરાર થઇ ગયો હતો. ત્રણ વર્ષ અગાઉ પણ વિજિલન્સ ટીમ દ્વારા અતિથિ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ચાલતા જુગારધામ ઝડપાયું હતું.

પકડાયેલ જુગારીઓ
વિપુલ પટેલ, કિરણ પટેલ, દક્ષેશ પટેલ, ધર્મેશ પટેલ, હાર્દિક પટેલ, હિરેન પટેલ, દિલીપ પટેલ, વિજય પટેલ, રોહિત સોની, મુકેશ ઓડ, વિનુ ઓડ, જીતેન્દ્ર મિસ્ત્રી તમામ રહે. મહીસા

અન્ય સમાચારો પણ છે...