રસ્તાનું કામ અટક્યું:ધારાસભ્યને ખાતમુહૂર્તમાં નહીં બોલાવતાં કામ અટકાવ્યાંનો પૂર્વ સરપંચનો આક્ષેપ

મહુધા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડથી વણઝારીયા તરફ જતા 2.5 કિમીના રસ્તાનું કામ ધારાસભ્યના પત્રથી ખોરંભે ચઢ્યું. - Divya Bhaskar
વડથી વણઝારીયા તરફ જતા 2.5 કિમીના રસ્તાનું કામ ધારાસભ્યના પત્રથી ખોરંભે ચઢ્યું.
  • મીનાવાડાના વડથી વણઝારીયા તરફના રસ્તાનું કામ અટક્યું
  • ખાતમુહૂર્ત ઘેલા MLAને પોતાની વાહવાહીમાં જ રસ છે

મીનાવાડાના વડથી વણઝારીયા તરફ જતા રસ્તો બનાવવા માટે સરપંચ અને ગામના આગેવાનો દ્વારા 2020માં પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પાસે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને રસ્તાનું ખાતમુહર્ત કરવા કોન્ટ્રાકટર દ્વારા સરપંચનો સંપર્ક કરતા તેમણે ચર્ચા દરમિયાન ધારાસભ્ય નહિ પરંતુ ગામના આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.

ખાતમુહરત માં ધારાસભ્યને બોલાવવાની ના પાડવામાં આવતા તેમણે રસ્તાનું કામ રદ્દ કરવાનો પત્ર લખ્યો હોવાના આક્ષેપ માજી સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં ગામના આગેવાનોને સાથે વડ થી વણઝારીયા તરફના રસ્તા માટે પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પાસે ગયા હતા.

રજૂઆત કર્યાને થોડા સમય બાદ નડિયાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી પ્લાન એસ્ટીમેન્ટ બનાવી કામગીરી હાથ ધરી હતી. જે બાદ રસ્તાનું ખાતમુહર્ત કરવા કોન્ટ્રાકટર દ્વારા માજી સરપંચ સામંતસિંહ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન ધારાસભ્ય નહિ પરંતુ ગામના આગેવાનોના હસ્તે ખાત મુહૂર્ત કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.

ત્રણ મહિના વિતવા છતાં કામ શરૂ નહીં થતાં નડિયાદ માર્ગ અને મકાન વિભાગમાં તપાસ કરતા માલુમ પડ્યું કે સ્થાનિક ધારાસભ્ય ઇંદ્રજીતસિંહ દ્વારા રસ્તા અંગે પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં આ તરફના રસ્તે ખાનગી માલિકીનો પ્રશ્ન અને નહેર તથા કાસનું પાણી ભરાઈ રહેતું હોવાથી રસ્તાનું કામ રદ્દ કરવા ભલામણ કરવામાં આવી હતી.

માજી સરપંચે આક્ષેપ કર્યો છે કે ખાનગી માલિકીનો પ્રશ્ન હોય તો ધારાસભ્ય સ્થળ પર આવી સાબિત કરી બતાવે. તેમજ ખાતમુહૂર્ત માં ધારાસભ્યને બોલાવવાની ના પાડવામાં આવતા રસ્તાનું કામ રદ્દ કરાવવાનો પત્ર લખ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે ગામના આગેવાનોને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ માજી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...