કાર્યવાહી:મહુધાના કતલ કરવાના ઈરાદે રખાયેલા પાંચ પશુ બચાવાયા

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 કિલો માંસનો જથ્થો જપ્ત કરાયો

મહુધા નગર ચકલી વિસ્તારના કસઈવાડાના રહેણાંક મકાનમાંથી મહુધા પોલીસે બાતમીના આધારે કતલ કરવાના ઇરાદે ગોંધી રાખેલા પાંચ પશુ સહિત 200 કિલો ઉપરાંત પશુ માશનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર મહુધા પોલીસને બાતમી મળી હતી કે નગરના ચકલી વિસ્તારના કસાઈવાડામાં કતલ કરવાના ઇરાદે કેટલાક પશુઓને ગોંધી રાખ્યા છે. જે અન્વયે મહુધા સ્થાનિક પોલીસે બાતમી આધારિત સ્થળે પાડ્યો હતો.

બાતમી આધારિત સ્થળેથી બે વાછરડા, એક ગાય તથા બે પાડા સહિત 200 કિલો ઉપરાંત પશુ માસનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે બીજી તરફ કયા પશુનું માસ છે તે નક્કી કરવા માસના સેમ્પલ એફ.એસ.એલ વિભાગમાં મોકલી આપવામાં આવ્યા છે.આ અંગે મહુધા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...