તપાસ:સપલા ગામે સોશિયલ મીડિયા પર આપત્તીજનક લખાણ લખતાં વિવાદ

મહુધા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌચરમાંથી માટી વેચનારના સગા-મળતિયાઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ

મહુધાના સાપલા ગામે ગૌચરને તળાવમાં ફેરવી દેવા મામલે સભ્યો તથા સ્થાનિકો દ્વારા કરાયેલ અરજીના અનુસંધાનમાં અસામાજીક તત્વોના પેટમાં તેલ રેડાયું છે. આવા તત્વોના મળતીયાઓ દ્વારા સોશિયલ મીડિયા પર અભદ્ર અને આપત્તિજનક શબ્દો વાપરી ગામની શાંતિ ડહોળવાના પ્રયત્ન કરે છે.સાપલામાં ગામે તંત્રની જાણ બહાર બારોબાર ગૌચરમાંથી ગેરકાયદેસર માટી વેચવાનો પ્રશ્ન છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલી રહ્યો છે.

જે મામલે વહીવટી તંત્રને લેખિત રજૂઆત થતાં મામલતદાર ક્રિષ્ના સોલંકી દ્વારા તાબડતોબ નાયબ મામલતદાર અને સિંચાઈ વિભાગના કર્મીને સ્થળ તપાસ માટે દોડતા કર્યા હતા. અને તેઓએ સ્થળ તપાસ કરી રજૂઆત કર્તાઓ અને સરપંચને સમગ્ર મામલે પુરાવા રજુ કરવા જણાવ્યું હતું. સ્થાનિકો અજીતભાઈ વિનુભાઈ ભોજાણીએ મહુધા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે.

જેમાં ભ્રષ્ટાચારિયો દ્વારા ઉશ્કેરણી જનક અને અભદ્ર ભાષામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી છે. જેથી ગામની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરી રહેલા તત્વો સામે શિક્ષાત્મક પગલાં ભરવા માંગ કરી છે. અજીતભાઈ ભોજાણી દ્વારા મહુધા પોલીસને કરાયેલ લેખિત રજૂઆતમાં ઈશ્વરભાઈ ઉર્ફે બાપજી, ભાયલો ચૌહાણ અને મહેશભાઈ મણીભાઈ ચૌહાણ સહિત તપાસમાં જે નામ ખુલે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...