તપાસ કરવા રજૂઆત:મહુધા આંગણવાડી કાર્યકરની ભરતીમાં રહેઠાણના દાખલાને લઇ વિવાદ

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન કરી નડિયાદમાં રહેતી મહિલાએ મહુધાના રહેવાસી હોવાનો દાખલો કેવી રીતે મેળવ્યો તેની તપાસ કરવા રજૂઆત

મહુધા આંગણવાડી કાર્યકરની ભરતીમાં તંત્રને અંધારામાં રાખી રહેઠાણનો દાખલો મામલતદાર પાસેથી મેળવી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. સમગ્ર મામલે ઉમેદવાર સુમૈયા બાનું મલેકે પ્રોગ્રામ ઓફિસર અને મામલતદારને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી માં વિવિધ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મહુધા નગરના વોર્ડ.2 ની આંગણવાડીના કાર્યકરની ભરતી પ્રક્રિયા કરાઈ હતી.

ઉમેદવારી નોંધાવવા અરજદાર નગરપાલિકા વિસ્તારમાં ઓછામાં ઓછી એક વર્ષથી રહેતા હોવા જોઈએ તે નિયમ છે. સાથે મામલતદાર દ્વારા આપવામાં આવેલ રહેઠાણનો દાખલો રજુ કરવાનો હોય છે. ત્યારે વોર્ડ.2ના ઉમેદવાર સુમૈયા બાનું મલેકે આક્ષેપ કર્યો છે કે શેખ ફેમીદાબાનું ફરીદામિયા અગાઉ 8 વર્ષ અગાઉ વોર્ડ.4 માં રહેતા હતા, અને લગ્ન બાદથી નડિયાદ રહે છે. તેમ છતાં કાર્યકરની ઉમેદવારી નોંધાવવા યેનકેન પ્રકારે મહુધા મામલતદાર પાસેથી નગરના વોર્ડ.2માં રહેતા હોવાનો રહેઠાણનો દાખલો મેળવી ઉમેદવારી નોંધાવી હતી.

જેથી અરજદાર સુમૈયાબાનુએ મહુધા મામલતદાર અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ કરી ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા રજૂઆત કરી છે. જોકે મહુધા મામલતદાર કચેરી ખાતેથી કયા આધાર પુરાવાને આધારે રહેઠાણનો દાખલો મેળવ્યો હશે તે તપાસનો વિષય બન્યો છે.

હજુ ગુરુવારે જ લસુન્દ્રામાં ખોટા સર્ટીફિકેટથી લગ્ન નોંધણીનો વિવાદ બહાર આવ્યો હતો
મહત્વની વાત છેકે ગઈકાલે ગુરુવારના રોજ કઠલાલ પંથકના લસુન્દ્રા માં તલાટી દ્વારા પાંચ મહિનામાં પાંચસો લગ્ન કરાવ્યા હોવાનો વિવાદ બહાર આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરાવવા માટે ખોટા સર્ટિફિકેટ મુકાતા હોવાનો આરોપ ઘરેથી ભાગી ગયેલી યુવતીના ભાઈ દ્વારા કરવામાં આવ્યો છે.

જે મામલે ઊંડાણ પુર્વક તપાસ કરવા માટે અરજદાર દ્વારા રજુઆત કરવામાં આવી છે. જે સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મહુધા ખાતે આંગણવાડી કાર્યકર ની ભરતીમાં ખોટુ સર્ટી બનાવ્યું હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે કઠલાલ અને મહુધા પંથકની સરકારી કચેરીઓમાં થતી કાર્યવાહી પર ઉચ્ચ તંત્ર દ્વારા છુપી રીતે તપાસ કરવામાં આવે તેવી સમયની માંગ છે.

કપડવંજ ખાતે જન્મ-મરણ કેસના નિકાલ માટે ખાસ ઝૂંબેશ
કપડવંજ પ્રાંત કચેરી ખાતે જન્મ મરણના કેસોના નિકાલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં એક જ દિવસમાં 145 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. ગુરૂવારના રોજ યોજાએલ આ ઝુંબેશમાં અરજદારો ઉપરાંત, નાયબ મામલતદાર રાવલ ભાઈ, દિપકભાઈ પ્રજાપતિ, સાવનભાઈ જોશી તથા અનિલભાઈ ગઢવી તેમની ટીમ સાથે વિશેષ મદદરૂપ થયેલ છે. ઝુંબેસ દરમિયાન કપડવંજ તથા કઠલાલ તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પણ હાજરી આપી હતી. આજના દિવસ દરમિયાન 47 જેટલા કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...