ભૂ-માફિયા:મહુધાના ઉંદરા બાદ કડીમાં બેરોકટોક ચાલતી ખનીજ ચોરી

મહુધા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે થી ત્રણ વીઘાના ગૌચરને નદીના પટમાં ફેરવી દીધુ
  • કડીના ડે.સરપંચના ભાઈ માટી કાઢતાં હોવાની ફરિયાદો

મહુધામાં રાજકીય પક્ષનાં નેતાઓના મળતીયાઓ દ્વારા બેરોકટોક ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનો પંથકમાં ગણગણાટ ઉઠ્યો છે. ત્યારે કડી ગામને અડીને પસાર થતી મહોર નદીના પટને પણ સ્થાનિક ભૂ-માફિયાઓ દ્વારા બાકી રાખવામાં આવ્યો નથી. શહેરના ઉંદરા બાદ કડી આગળથી પસાર થતી મહોર નદીના પટમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના ભાઈ દ્વારા બેરોકટોક ખનન કરવામાં આવતા વાડ ચીબડા ગળે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઉંદરામાં પૂર્વ સરપંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી નદીના પટમાંથી વગર પરવાનગીએ માટી કાઢવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. કડીના રામજી મંદિરને અડીને પસાર થતી મહોર નદીના પાટમાંથી ખાસ કોઠાસૂઝથી માટી ભરવાનો પાવડો બનાવી માટી કાઢવામાં આવી રહી છે. જે જગ્યાએથી હાલ નદીના પટમાંથી માટી કાઢવામાં આવી રહી છે. હાલ ભૂ-માફિયાઓ દ્વારા કોઝવે બનાવવાની જગ્યા પર ઠેર ઠેર મસ મોટા ગાબડા પાડી માટી કાઢવામાં આવી રહ્યા છે.

બીજી તરફ કડી અને ખડોલના સામાન્ય લોકો રાત્રીના છીછરા પાણીમાં ખડોલથી કડી તેમજ કડી થી ખડોલ અવરજવર કરતા હોય ત્યારે આવી સ્થિતિમાં છીછરું પાણી સમજી અવરજવર કરતા લોકો માટે ભૂ-માફીયાઓ દ્વારા કરાયેલ મસ મોટા ગાબડા મોતનું કારણ બની રહે છે. તેમ છતાં સ્થાનિક નેતા સહિત ગ્રામ પંચાયતના બાબુઓ દ્વારા ભૂ-માફીયાઓને અટકાવવાની જગ્યાએ છાવરવામાં આવતા હોવાનો સૂર ઉઠ્યો છે. આમ સત્વરે ખાણ ખનીજ વિભાગ દ્વારા મહુધામાં સક્રિય બનેલા ભૂ-માફિયાઓ ઝડપી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...