આદેશ:મહીસામાં રિક્ષામાંથી પકડાયેલા ગૌમાંસ પ્રકરણનો આરોપી જેલમાં

મહુધા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શંકાના આધારે પકડેલ ઈસમ ગૌમાસનો આરોપી નીકળ્યો

મહુધા પોલીસે પકડેલ મહીસા અનારા રોડ પરથી રીક્ષામાં અલીણા તરફ લઈ જવાતા ગૌમાસ જથ્થા પ્રકરણમાં નાસતો ફરતો આરોપી અનારાનો શેરૂમીયા અનવરમિયા શેખને કઠલાલમાંથી સ્થાનિક પોલીસે ઝડપી મહુધા પોલીસને સોંપ્યો હતો.મહીસા અનારા રોડ પર તા.22 મે ની રાત્રી દરમ્યાન બાતમી આધારે મહુધા પોલીસે રિક્ષામાં અલીણા લઈ જવાતું 250 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. જેમાં રીક્ષા ચાલાકને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગવામાં સફળ થયા હતા.

સમગ્ર પ્રકરણમાં રીક્ષા ચાલકની પૂછપરછ કરતા ગૌમાંસનો જથ્થો અલીણાના બિસ્મીલામિયાં ઉર્ફે બબન અલીમિયા મલેકે મંગાવ્યો હતો. જ્યારે પોલીસે મહુધા ગૌમાંસમાં સંડોવાયેલ વ્યક્તિ હોવાની શંકાના આધારે કઠલાલ નગરમાં લટાર મારતો અનારાનો શેરૂમીયા અનવર શેખને ઝડપી પાડી મહુધા પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહુધા પોલીસે તેને મહુધા કોર્ટમાં રજૂ કરી એક’દિ ના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે રિમાન્ડ પૂર્ણ થતા શેરૂમીયાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જિલ્લા જેલ બિલોદરા મોકલી આપવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...