ગમગીની:મહુધાના કડી તળાવમાં નહાવા પડેલો કિશોર ડૂબી જતાં મોત

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાદાને પાણી પીવાનું કહીને ગયેલા પાૈત્રની લાશ મળી
  • કિનારેથી કપડા મળી અાવ્યા, 9 કલાક બાદ મૃતદેહ મળ્યો

મહુધાના કડી ખાતે બુધવારના રોજ દાદા અને પૌત્ર બકરા ચરાવતા હતા તે સમયે પૌત્ર દાદાને પાણી પીને આવું છું કહી કહીને નીકળ્યા હતા. પરંતુ પરત ન આવતા તેની શોધખોળ કરતા પૌત્રની લાશ બુધવારે મોડી રાતે કડી ખાતે તળાવમાંંથી મળી હતી.

કડી ખાતે રહેતા 12 વર્ષીય કિશોર હરીશ રાવળ પોતાના દાદા સાથે બુધવારે બપોરના 3 વાગ્યાની આસપાસ બકરા ચરાવતો હતો. ત્યારે હરિશે તેના દાદાને પાણી પીને આવું છું કહી નીકળ્યો હતો. બકરા ચરાઈને ઘરે જવાનો સમય થયો છતાં હરીશ પરત ફર્યો નહોતો. જેથી હરીશના દાદા કારાભાઇ રાવળ ઘરે પરત ફર્યા હતા.

પરંતુ હરીશ ઘરે પણ પહોંચ્યો ન હતો. જેથી પરિવારે હરીશની ગામમાં શોધખોળ શરૂ કરી હતી. આખરે સાંજના સાત વાગ્યાની આસપાસ જેતરણા તળાવ કિનારે હરીશના કપડાં મળી આવતા ગ્રામજનો અને તરવૈયાઓએ જેતરણા તળાવમાં કિશોરની શોધખોળ શરૂ કરી હતી. આખરે ભારે જહેમત બાદ રાત્રીના 12 વાગ્યાના અરસામાં તળાવમાંથી હરીશનો મૃતદેહ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...