જાનહાનિ ટળી:લાડવેલ-પણસોરા રોડ પર ટ્રકમાંથી કપડા સીવવાની મશીનરી પટકાઇ

મહુધા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચારના ગાબડાંવાળા 27 કિમીના રોડનું અંતર કાપતા વાહનચાલકોને ધોળે દિવસે તારા

ખાડાવાળા રોડ પર મોટેભાગે પસાર થતા માણસો પડતા હોય છે, ત્યારે લાડવેલ પણસોરા રોડના કામોમાં ભ્રષ્ટાચારના ગાબડાને કારણે જર્જરિત બનેલા રસ્તા પરથી રાત્રીના કપડા સીવવાની મશીનરી ભરીને દિલ્હી થી સુરત તરફ જતી ટ્રકમાંથી મશીનરી રોડ પર પટકાઈ જવા પામી હતી. જોકે ટ્રકની પાછળ કોઈ વાહન ન આવતા જાનહાની ટળી હતી.

છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયગાળાથી લાડવેલ થી પણસોરા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિકોની નબળી નેતાગીરી અને માર્ગ અને મકાન વિભાગના બાબુઓની રહેમ નજર હેઠળ એજન્સી દ્વારા ગોકળ ગતીએ રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું હોય તેમ જણાય રહ્યું હતું. તેમાં કટકીબાજો દ્વારા ગુણવત્તાને નેવે મુકવામાં આવતા દર 400 મીટરના અંતરે 25 ફૂટ સુધીનો રોડ અત્યંત જર્જરિત અને ઉબડખાબડ ભર્યો થવા પામ્યો હતો. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની વારી આવી હતી.

હત રાત્રીના દિલ્હી થી કપડાં સીવવાની મશીનરી ભરીને સુરત તરફ જતી ટ્રક જર્જરિત રસ્તાનો ભોગ બની હતી. જર્જરિત બનેલ રસ્તાને પગલે આગળનું વાહન પસાર થયા બાદ રસ્તા પર ધૂળની ડમરી ઉડવા લાગી હતી. જેના પગલે મશીનરી ભરીને પસાર થતા ટ્રક ચાલક અચાનક જર્જરિત રસ્તા પર ટ્રક પહોંચતા ટ્રકમાં રાખેલ વજનદાર મશીનરીના દોરડા તૂટી જતા નીચે પટકાઈ જવા પામી હતી. સદનસીબે ટ્રકની પાછળ કોઈ વાહન ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

પરંતુ જર્જરિત રસ્તા પર પહોંચેલ ટ્રકનું બેલેન્સ ડગમગી જતા મશીનરી રોડ પર પટકાઇ હતી. જિલ્લામાં પ્રજાની સેવા માટે કેન્દ્રીય મંત્રી અને વિધાનસભાના મુખ્ય દંડક સહિત કેબિનેટ મંત્રી જેવા ત્રણ મોટા હોદ્દેદારો હોવા છતાં જિલ્લાની પ્રજાને ઠોકરો ખાવાનો વારો આવ્યો છે, ત્યારે આ બાબતનો નિકાલ ક્યારે આવે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...