વિવાદ:ખુંટજના પરા વિસ્તારને જોડતા રસ્તાનું કામ 6 ખેડૂતોએ અટકાવ્યું

મહુધા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 73.38 લાખના ખર્ચે થનાર 1.5 કિમી રોડનું કામ અટકતાં સ્થાનિકોમાં રોષ
  • ખુંટજ બેઠકના સદસ્યને ખેડૂત દ્વારા ફોન પર અપશબ્દો બોલતા મામલો પોલીસ મથકે

ખુંટજ ગામે પરા વિસ્તારને જોડતા રસ્તાનું કામ તંત્ર સહિત સ્થાનિકો માટે માથાના દુઃખાવા સમાન બન્યું હતું. મહુધાના ખુંટજ ગામે પરા વિસ્તારને જોડતા 1.5 કીમીના રસ્તાનું કામ 31 ઓગસ્ટ 2021ના મંજૂર થયેલ કામ ગત ચોમાસા પહેલા એજન્સી દ્વારા રસ્તાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કે ખુંટજ ગામથી પરા વિસ્તાર તરફ જંગલ કટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ એજન્સી દ્વારા જંગલ કટિંગ દરમ્યાન વચ્ચે કેટલા ખેડૂતોએ હદ મામલે જંગલ કટિંગની કામગીરી અટકાવી દીધી હતી. જેના પગલે સરપંચ દ્વારા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

સરપંચની રજુઆતને ધ્યાને લઈ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીને સરકારી ખર્ચે માપણી કરી હદ નિશાન નક્કી કરી આપવા જણાવ્યું હતું. પરંતુ જમીન દફતર કચેરી તરફથી કેટલાક કર્મીઓ સ્થળ પર હદ નિશાન કરવા ગયા ત્યારે પણ કેટલાક ખેડૂતોએ તેઓની કામગીરી અટકાવતા સમગ્ર મામલો ખોરંભે ચઢ્યો હતો. ત્યારે થોડા સમય બાદ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સહિત કેટલાક ખેડૂતોએ કામગીરી અટકાવતા અન્ય ખેડૂતો સાથે બેઠકો યોજી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતા પરા વિસ્તાર તરફથી જંગલ કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પરંતુ વધુ એક વખત છ જેટલાં ખેડૂતોએ રોડના કામમાં રોડા નાખતા આખરે કામ અટકી પડ્યું હતું. જેને લઈ આખરે ખુંટજ ગ્રામ પંચાયત બોડી દ્વારા રોડના કામમાં વારંવાર રોડા નાખનાર ખેડૂતો સામે શિક્ષાત્મક પગલાં ભરવા મહુધા મામલતદાર સહિત પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ ખુંટજ બેઠકના સદસ્યને રોડના કામમાં વિક્ષેપ કરનાર ખેડૂત દ્વારા ફોન પર બિભત્સ ગાળો બોલતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગામના આરીફભાઇ મલેકે બપોરના સમયે તાલુકા સદસ્ય સિકંદરભાઈ નબીભાઈ મલેકને ફોન કરી વિવાદ વાળા રસ્તા મામલે બિભત્સ ગાળો બોલી સ્થળ પર આવવા જણાવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રોડના કામમાં રોડ નાખતા ઈસમો સામે શિક્ષાત્મક પગલાં ભરી રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...