કાર્યવાહી:કપડવંજમાં દબાણ અને ટ્રાફિક વચ્ચે અકસ્માતમાં યુવકનુ મોત

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વિકાસપથ ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે

કપડવંજ શહેરના ત્રિવેણી પાર્ક ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. રસ્તા પરથી પસાર થતા મોટર સાયકલ સવારને ટ્રક ચાલકે હડફેટ મારતા બનાવ સ્થળ પર કરૂણ મોત નિપજયુ હતુ. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ બનાવ સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના સીંગાલી ગામના યુવાન ખેડૂત જયદીપ રૂપસિંહ ગુરૂવારની સવારે બાઇક જીજે 07 સીપી 1803 લઈને શહેરના ત્રિવેણી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે જી.જે.06 એવી 3099 ના ટ્રક ચાલકે જયદીપના મોટર સાયકલને અડફેટ મારતા તેનુ બનાવ સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ.

આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતના પગલે ભીડ એકઠી થતાં સમગ્ર સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે જે.બી. મહેતા હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી.

આ બનાવ અંગે નરેન્દ્રસિંહ ડાભીની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...