અનેક રજૂઆતો, છતાં પાણી માટે વલખાં:કપડવંજના મોઇન પાર્કની મહિલાઓનો પીવાના પાણીની સમસ્યાઓને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ; ઉકેલ નહિ આવે તો માટલાં ફોડશે

કપડવંજએક મહિનો પહેલા

કપડવંજ મોઈન પાર્ક અલમદીના સોસાયટી બાજુમાં આદમપુરા પાછળ વોર્ડ નંબર બેના રહીશો દ્વારા કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.સી. રતાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા મોઈન પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઈને ત્યાંના રહીશો વલખાં મારી રહ્યા છે. જેને લઈને તંત્રને અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પાણીને લઈને કોઈ નિરાકરણ હજુ સુધી ન આવતાં આજે શુક્રવારે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે જઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાને કારણે મોઈન પાર્કના રહીશોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તેવું જાણવા મળ્યું હતું.

સમસ્યાનો ઉકેલ નહિ આવે તો પાલિકા આગળ માટલાં ફોડીશું
ત્યારે આ સમસ્યાને લઈને મહિલાઓએ કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર. એસ.સી રતાણીને રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાનમાં લઈને ચીફ ઓફિસરે મોઇન પાર્કના રહીશોને વિશ્વાસ આપ્યો હતો કે, પીવાના પાણીની જે સમસ્યાઓ છે એ અમે એક મહિનામાં કરી આપીશું, તો આ બાબતે હવે જોવાનું એ રહ્યું કે આ કામ વહેલી તકે કરવામાં આવે છે કે કેમ? એ એક ચર્ચાનો વિષય રહ્યો. તો બીજી તરફ મહિલા રહીશોએ જણાવ્યું હતું કે, હવે અમને પીવાનું પાણી નહીં મળે તો અમે નગરપાલિકામાં આવીને પાણીના માટલા લાવીને ફોડીશું અને આગળ સુધી રજૂઆતો કરીશું.

અન્ય સમાચારો પણ છે...