ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કાળાજીના મુવાડા, લાખા ભગતના મુવાડા તથા અગ્રાજીના મુવાડા ગામના લોકો વર્ષોથી પીવાના પાણીની હાડમારી વેઠી રહયા હતા. અઢી હજારની વસ્તી ધરાવતા આ ગામના મોટાભાગના ઘરોમાં પાણી મળતું હતું નહીં. આ ગામમાં આશરે 35 જેટલા સરકારી રિંગ બોર હોવા છતાં, ઉનાળાના કારણે પાણીના તળ નીચા જવાથી બોર પણ બંધ થઈ ગયા હતા અને ગ્રામજનો દિવસ હોય કે રાત, પીવાના પાણી માટે રઝળપાટ કરવી પડતી હતી. આ અંગે ગ્રામજનોની વેદના સાથેની રજૂઆત પાણી પુરવઠા બોર્ડની કપડવંજ ખાતેની કચેરીએ કરવામાં આવી હતી.
જે બાદ પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરી રમોસડીથી અગ્રાજીના મુવાડાના સંપ સુધી નવિન પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી તથા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી. આ કામગીરી પૂર્ણ થવાથી હાલમાં અગ્રાજીના મુવાડા, લાખા ભગતના મુવાડા તથા કાળાજીના મુવાડામાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે અને ગામના લોકોની વર્ષો જૂની આશા પૂર્ણ થતી જોવા મળી રહી છે. તેમ અગ્રાજીના મુવાડાના સરપંચ દક્ષાબેન વી સોલંકીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.