શોભાના ગાંઠિયા સમાન ચેકડેમ:કપડવંજના જર્જરિત વરાસી ચેકડેમની મરામત કરવા માગ

કપડવંજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપડવંજના જર્જરીત વરાસી ચેકડેમને ચાલુ કરવા રજૂઆત કરાઇ હતી. - Divya Bhaskar
કપડવંજના જર્જરીત વરાસી ચેકડેમને ચાલુ કરવા રજૂઆત કરાઇ હતી.
  • એક દરવાજો જર્જરિત થવાથી પાણીનો સંગ્ર્હ ન થતાં 10થી વધુ ગામને આપદા

કપડવંજ પાસે 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલ ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન બનવા પામ્યો હતો. જર્જરિત ચેકડેમમાં પાણી ન ભરવાને કારણે આસપાસના ગામમાં પડી રહેલી તકલીફોને આધારે ક્ષત્રિય સમાજ તથા ગામના સરપંચો દ્વારા નગરપાલિકાના સભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

કપડવંજ શહેર પાસે આવેલ વરાસી ચેકડેમ 20 વર્ષ ઉપરાંતના સમય પહેલા બનાવવામાં આવ્યો હતો. હાલના તબક્કે આ ચેકડેમનો એક દરવાજો જર્જરિત થઈ જવા પામ્યો હતો. જેને કારણે ચેકડેમમાં પાણીનો ભરાવો થતો નથી. પરિણામે ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન બનવા પામ્યો હતો.

આ અંગે તાલુકાના 10 થી વધુ ગામોના સરપંચો દ્વારા નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિમેષસિંહ જામને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ઝડપથી ચેકડેમના દરવાજાનું રીપેરીંગ કામ કરી ચેકડેમમાં પાણી સ્ટોર થાય અને પંથકના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળે તેવી રજૂઆત કરી હતી. આ અંગે નિમેષસિંહ જામ દ્વારા સત્વરે ચેકડેમના દરવાજાનું સમારકામ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...