દિવ્યાંગો માટે માર્ગદર્શન કાર્યક્રમ:કપડવંજમાં દિવ્યાંગો માટે મતદાન જાગૃતિ અને રોજગારી કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદને ચશ્મા વિતરણ કરાયાં

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજમાં શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગો માટેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ તથા દિવ્યાંગ બાળકોને ચશ્મા વિતરણ અને દિવ્યાંગોને ફિલ્પકાર્ડમાં રોજગારી વગેરેનો સમાવેશ થાય છે.

દિવ્યાંગો માટે કાર્યક્રમ કરવામાં આવ્યો
શ્રી વી. એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ ખાતે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નડિયાદ દ્વારા દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ અને શંકરા આઇ હોસ્પિટલ-મોગર દ્વારા દિવ્યાંગ બાળકોને ચશ્મા વિતરણ તેમજ અંધજન મંડળ-અમદાવાદ દ્વારા દિવ્યાંગોને ફિલ્પકાર્ડમાં રોજગારી માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

દિવ્યાંગોને મતદાન કરવા માટે જાગૃત કર્યા
આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી -નડિયાદ, એલ.જી.ભરવાડ તથા બાળ સુરક્ષા અધિકારી-નડિયાદ મહેશ પટેલ તથા પ્રોબેશન અધિકારી સલીમ વ્હોરા, અંધજન મંડળ -અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર ભરત જોષી, ડૉ. રાજેસ્વરી હાજર રહ્યા હતાં. તથા શંકરા આઇ હોસ્પિટલના હેમંતભાઈ અને હિમાંશુભાઇ હાજર રહ્યા હતા. સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા તેમજ મહેમાનોના હાથે દિવ્યાંગ બાળકોને ચશ્મા આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ભરત જોષી દ્વારા દિવ્યાંગોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...