રાજ્યની ગ્રામ પંચાયતમાં કામ કરતા તમામ વીસીઈ હડતાલ પર ઉતર્યા છે. જેના સમર્થનમાં કપડવંજ તાલુકાની 102 ગ્રામ પંચાયતના વીસીઈ તેઓની માંગણી ના અનુસંધાને હડતાલ પર ઉતર્યા છે. જેને લઇને ગ્રામીણ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 7/12 ની નકલ, આવકનો દાખલો, આકારણી, ખેડૂત નોંધણી, સરકારની વિવિધ યોજનાઓની અરજી, ઇ શ્રમની કામગીરી, વિધવા સહાયની એન્ટ્રી જેવા અનેક કામો હાલ ખોરંભે પડી જતા તાલુકાની જનતા હેરાન થઈ રહી છે.
સમગ્ર મામલે આવેદનપત્ર આપતા તાલુકા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળના પ્રમુખ યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરોને ફિક્સ વેતનથી નિમણૂક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે તેવી અમારી માંગણી છે. ગ્રામ પંચાયત ઈ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ, સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી જોઈએ.
રાજ્યમાં થઈ રહેલા 13 હજાર વીસીઈના શોષણ અનુસંધાને સર્વે વીસીઈઓ તા.11થી અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતરેલ છે. આ અંગે કપડવંજ પ્રાંત ઓફીસ, કપડવંજ મામલતદાર કચેરી અને કપડવંજ તાલુકા પંચાયત કચેરીમાં તેમણે કરેલ માગણીઓ બાબતે આવેદન પત્ર આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.