ઠેર-ઠેર કાદવ કીચડ:કપડવંજના અંતિસરમાં ગટર ઉભરાવવાના કારણે અસહ્ય દુર્ગંધનો મારો, સરપંચને અનેકવાર રજુઆત છતાં કોઈ પગલાં નહીં

કપડવંજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો પરેશાન

સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના જોરશોરના બણગાં વચ્ચે આજે પણ શહેરો અને અનેક ગામડામાં ગંદકીએ જે ઘર કરેલું છે તેમાંથી ક્યારે છુટકારો થશે એ પ્રાણ પ્રશ્ન હજુ એમને એમ અને અકબંધ છે. સરકાર દ્વારા સ્વચ્છતા માટેની અનેક જાહેરાત અને યોજનાઓ હોવા છતાં પણ થોડા ઘણા વરસાદમાં પણ ગ્રામીણ કક્ષાએ હાલ તો ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થતી તસવીરો જોવા મળે છે. આવું જ કંઈક, કપડવંજ તાલુકાના અંતિસર ગામમાં પ્રવેશતા કસ્બા વિસ્તારથી ટેલિફોન એક્સચેન્જથી વણકરવાસ જવાના રસ્તે કાયમી ધોરણે ગંદકીનું સામ્રાજય ઉભું થતા ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ચારેકોર ગંદકી જ ગંદકી
ગામમાં ઉભરાતી ગટરોના લીધે આ ગંદકી વધે છે એવું ગામ લોકોનું કહેવું છે. અંતીસરના જાગૃત નાગરિક ઇનાયત મીરઝાના જણાવ્યા મુજબ, વણકરવાસ જવાના રસ્તા ઉપર પાણી અને ગંદકીનું સામ્રાજ્ય કાયમી ધોરણે રહે છે. આ અંગે સરપંચને સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી. આ ગંદકીને લીધે અહીં રોગચાળો ફાટી નીકળવાનો પૂરે પૂરો સંભવ રહે છે. સગંદકીને કારણે આ વિસ્તારના રહીશો અસહ્ય દુર્ગંધનો સામનો કરી રહ્યાં છે. આવવા જવાનો રસ્તો પણ રહેતો નથી તો પંચાયત દ્વારા ગટરના ઉભરાય તે માટે વહેલી તકે કાર્યવાહી કરવી જોઇએ તેવું આ વિસ્તારના રહીશોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...