અકસ્માત:કપડવંજમાં 3 વાહનો અથડાતા અડધો કલાક સુધી ટ્રાફિક જામ

કપડવંજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુબેરજી ચોકડી પાસે મોપેડ, કાર, ટેમ્પો વચ્ચે અકસ્માત

કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર અવારનવાર અકસ્માતોની વણઝાર સર્જાતી રહેતી હોય છે. ત્યારે શહેરમાં બપોરના સમયે કુબેરજી ચોકડી પાસે એક સાથે એક્ટિવા, કાર અને પિકઅપ ડાલા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સમગ્ર ઘટનામાં કોઇ ગંભીર ઇજા થવા પામી ન હતી.

કપડવંજમાં કુબેર ચોકડી પાસે બપોરના સુમારે એક દ્રીચક્રીય એકટીવા મહિલા ચાલક પોતાનું દ્રીચક્રીય વાહન લઇ પસાર થઈ રહી હતી. તે દરમિયાન તેઓના એકટીવાને પાછળ આવતા કાર ચાલકે ટક્કર મારી હતી. અા કાર પાછળ ટેમ્પોભટકાયો હતો. જેમાં એકટીવા મહિલા ચાલક પાસે રહેલ પાંચ વર્ષીય બાળકી રોડ પર પટકાતા તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

જેને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવી હતી. અકસ્માતને પગલે કુબેરજી ચોકડી થી ટાઉનહોલ ડાકોર ચોકડી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે અડધો કલાક જેટલો સમય શહેરમાં ટ્રાફિક જામ થયો હતો. કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...