વીજ કરંટથી મોત:કપડવંજમાં કુવામાં મોટર ઉતારતા સમયે પરિવારના ત્રણ સભ્યોને લાગ્યો કરંટ, એકનું મોત

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દંતાલી સીમ વિસ્તારના એક ખેતરના બોર કૂવામાં મોટર ઉતારી રહેલા ત્રણ લોકોને કરંટ લાગ્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના બેની સારવાર ચાલુ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

કુવામાં મોટર ઉતારતા સમયે બની ઘટના
કપડવંજના દંતાલી ગામે રહેતા અશ્વિન ભલાભાઇ પરમારના ખેતરમાં આવેલા બોર કુવામાં મોટર ન હતી. જેથી ખેતરમાં મોટર નાખવા માટે પરિવારના 6 સભ્યો ભાડાથી લોખંડની ઘોડી લાવી બપોરના અરસામાં કામગીરી કરી રહ્યાં હતાં. તે દરમિયાન ઘોડી ગોઠવીને અશ્વિન તેમજ પરિવારના અન્ય સભ્યો વિશાલ અને બાબુ મોટર કુવામાં ઉતારી રહ્યા હતાં. ત્યાં અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો. જેમાં અશ્વિન, વિશાલ અને બાબુ પરમારને વીજ કરંટ લાગતા તેઓ દૂર ફેંકાયા હતાં. ત્રણેયને વીજ કરંટ લાગતા સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બાબુ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં અને બે લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે કપડવંજ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...