સેવાનું સન્માન:કપડવંજના 108ના ત્રણ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સ્તરે એવોર્ડ આપવામાં આવ્યા

કપડવંજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે સૌ જાણીએ છીએ કે 108 વિના મૂલ્યે લોકોની નિ:શુલ્ક ભાવે સેવા પૂરી પાડી રહી છે. જેમાં રહેલા 108ના કર્મચારીઓ દ્વારા રાત દિવસ જોયા વગર એક જ ધ્યેય હોય છે કે દર્દીને સારામાં સારી સારવાર આપીને તેમણે હોસ્પીટલ સુધી પહોંચાડી તેમનો જીવ બચાવી લેવાની કામગીરી કરે છે. EMRI green health service દ્વારા ગુજરાત રાજ્યમાં 108, ખિલખિલાટ, 1962 પશુ હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇન 181, MHU વગેરે જેવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

ત્યારે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલ 108 હેડ ઓફિસ ખાતે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઇને EMRI green health serviceના COO જશવંત પ્રજાપતિ તેમજ 108 ગુજરાતના ઓપરેશન હેડ સતીષ પટેલની હાજરીમાં તે કર્મચારીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ છે. જ્યાં ગુજરાતના અલગ અલગ જિલ્લાનાં શ્રેષ્ઠ કર્મચારીઓને એવોર્ડ્સ આપીને સન્માન કરવામાં આવેલ છે.

કપડવંજના 108ના ત્રણ કર્મચારીને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સ્તરે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં કપડવંજના કિશન સોલંકી (EMT), કમલેશ સોલંકી (EMT), પાયલોટ ઈમ્તિયાઝ સૈયદને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં કિશન સોલંકીને EM કેર એવોર્ડ, કમલેશ સોલંકી EM કેર એવોર્ડ અને ઈમ્તિયાઝ સૈયદને પ્રામાણિકતાનો એવોર્ડ મળ્યો છે. જેમાં ખેડા જિલ્લાના 108ના 6 કર્મચારીઓને તેમના દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ EM Care એવોર્ડ; પ્રામાણિકતા એવોર્ડ; બેસ્ટ KMPl એવોર્ડ આપીને તેમજ તેમની કામગીરી બિરદાવીને તેમનું સન્માન કરવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...