અંધારાનો લાભ લઈ એક ફરાર:કપડવંજના ગડદાલાટમાં કપાસના ખેતરમાંથી રૂની ચોરી; એક શખ્સ ઝડપાયો

કપડવંજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જગતનો તાત આખું વર્ષ ખેતરમાં વાવેતર કરી મજૂરી કરી જ્યારે પાક લેવાની તૈયારી કરે એવામાં જો એનો પાક બગડે કે ખેતરમાંથી ઉભા પાકની ચોરી થાય તો તેના માટે બહુ કપરી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે ગામડામાં રહી ખેતી કામ કરતા ખેડૂતોના ખેતરોમાં વગર મહેનતે પાક લણવાની ઘટના સામે આવી છે.

કપાસની ચોરી કરતો શખ્સ રંગે હાથ ઝડપાયો
આ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ ​​​​​​​કપડવંજ તાલુકાના ગડદાલાટ તાબે, માલઈટાડીમાં રહેતા રાજુભાઈ રણછોડભાઈ પટેલના ખેતરમાં ડાભીયાવાળા ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હોય, જે સાચવવા રાત્રિના સુમારે ગયા હતા. તે સમયે વિજય જશુભાઈ રાઠોડ, રહે. મુ.ગોરજ, તા.ઠાસરા તથા અશ્વિન, મુ.તા.બાલાસિનોરનાઓ બન્ને ઈસમો કપાસની ચોરી કરી મીણીયાની કોથળીમાં ભરતા હતા. જેમાં વિજય રાઠોડને ઝડપી પાડવામાં રાજુભાઈ સફળ રહ્યા હતા. જ્યારે અશ્વિન અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...