કડવા પાટીદાર સમાજનું સ્નેહ સંમેલન:સરકારી વિભાગમાં વર્ગ 1/2 અને 3માં નિમણૂક પામેલા સમાજના યુવક/યુવતીઓનું સન્માન કરાયું

કપડવંજ15 દિવસ પહેલા

કપડવંજ શહેર આયોજિત શ્રી સવાસો ગોળ કડવા પાટીદાર સમાજના સરકારી સેવામાં વર્ગ-1/2/3માં નિમણૂક પામેલ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે કપડવંજમાં વસતા સવાસો ગોળ કડવા પાટીદાર સમાજનું સમાજવાડી ખાતે નુતન વર્ષના સંયુક્ત સ્નેહ સંમેલન યોજાઈ હતું. જેમાં સવાસો ગોળ કડવા પાટીદાર સમાજના આગેવાનો, હોદ્દેદારો, મોટી સંખ્યામાં લોકો અને સરકારી સેવામાં નિમણૂક પામેલા કુલ-95 યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમનો સમારંભ દિપ પ્રાગટય કરી અને સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના સરકારી સેવામાં નિમણૂક પામેલા દરેક યુવક યુવતીઓનું પુષ્પ ગુચ્છ, સન્માનપત્ર, ડાયરી, અને શાલ અર્પણ કરી સમાજના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ આર.પી.પટેલ અને ચેરમેન પ્રવિણ પટેલે આ સન્માન સમારોહ અને સ્નેહ સંમેલનના પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું. આ સાથે તેજસ્વી તારલાઓ પૈકી રવિકિરણ પટેલ અને કુ.મોનાલીબેન પટેલ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આ સ્નેહ સંમેલનમાં સમાજના ભાઇઓ, બહેનો, બાળકો, યુવાનો, વડીલોની 1500(પંદરસો) જેટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...