• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Kapadvanj
  • The Work Of Patch paver Belt Of The Road From Tayabpura To Nanizer Near Melo At Ghadiya Village Has Started; The Road Will Be Widened From 3 75 To 5 50 Meters

વાહનચાલકોની સુવિધામાં વધારો:ઘડિયા ગામે મેળો નજીક આવતા તૈયબપુરાથી નાનીઝેર સુધીના રોડના પેચ-પેવર પટ્ટાનું કામ શરૂ; રસ્તો 3-75થી 5-50 મીટર પહોળો કરાશે

કપડવંજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના ઘડિયા ગામના ઐતિહાસિક અને પૌરાણિક શ્રી વહાણવટી માતાજીના મંદિર ખાતે નવરાત્રી સમયમાં આગામી આસો સુદ 7થી આસો સુદ 9 દરમિયાન નવરાત્રીનો લોક મેળો ભરાય છે. તેના અનુસંધાને મંદિરના આગેવાન ભરતભાઈ રસિકલાલ શાહે તૈયબપુરા ગામથી ઘડિયા સુધીના 18 કિમી રસ્તાના સમારકામની રજૂઆત કરી હતી. ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય ધનવંતસિંહ ચૌહાણ દ્વારા તૈયબપુરાથી નાનીઝેર સુધીના રોડના નવીનીકરણ માટે અનેક વાર રજૂઆતો કરાઈ હતી. જેને અનુલક્ષીને હાલ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા પેચ તથા પેવર પટ્ટાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને તે ચાલી રહ્યું છે. તેમ કપડવંજ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના સેક્શન અધિકારી દીપકભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું.

રસ્તો 3-75થી 5-50 મીટર પહોળો કરવામાં આવશે
તૈયબપુરાથી નાનીઝેરનો 18 Kmનો રસ્તો મંજૂર થઈ ગયો છે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી એક મહિનામાં કામની શરૂઆત થઈ જશે. અંદાજે 18 કરોડના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે અને સદરહુ રસ્તો 3-75થી 5-50 મીટર પહોળો કરવામાં આવશે. ઉપરાંત તૈયબપુરા ખાતે આવેલા ટાંકી વિસ્તાર બાજુ સીસી રોડ પહોળો કરીને બનાવવામાં આવશે. આ રસ્તા ઉપરના મોટા ગામો આવશે તે ગામની બહાર સીસી રોડ બનાવવામાં આવશે.

રોડ ઉપર ખાડા ખડિયા હોવાથી પેચ તથા પેવર પટ્ટાનું કામ ચાલી રહ્યું છે
તૈયબપુરાથી જગડુપુર, લાડુજીના મુવાડા, વઘાસ, ઘડિયાથી નાનીઝેર સુધીનો રસ્તો બનશે. હાલ, આ રોડ ઉપર ખાડા ખડિયા હોવાથી પેચ તથા પેવર પટ્ટાનું કામ ચાલી રહ્યું છે. આગામી નવરાત્રીમાં ઘડિયા ખાતેના વહાણવટી માતાના મંદિરે લોકમેળો ભરાય છે. અને શ્રી વહાણવટી માતાજીના મંદિરે અમદાવાદ, સાબરકાંઠા, દહેગામ, ખેડા જિલ્લા વિસ્તારમાંથી માનવ મહેરામણ દર્શનાર્થે આવી રહ્યા છે. તેમાં આ રસ્તાના રીપેરીંગનું કામ નવરાત્રી પહેલા પૂર્ણ થશે. જેથી ધર્મ પ્રેમી જનતાને પરિવહનમાં કોઈ તકલીફ પડશે નહીં અને, આગામી એક મહિનામાં આ રોડનું નવીનીકરણનું કામ પણ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...