ગૌરવયાત્રાનું ધામધૂમથી સ્વાગત:વણકર ગૌરવયાત્રાનું કપડવંજના કાવઠ, વઘાસ, મોટી ઝેર તેમજ લાલ માંડવામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

કપડવંજ2 મહિનો પહેલા

ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ, ગાધીનગર દ્વારા સવાસો પરગણાના ચાર વિભાગના મુખ્યમથકે વણકર ગૌરવયાત્રાનું ધામધૂમથી ડીજેના તાલે દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, સૌપ્રથમ કાવઠ મૂકામે અઢારગામના વડીલો, યુવાનો , બહેનો અને બાળાઓ દ્વારા પુષ્પવૃષ્ટિથી સૌ મહેમાનોને આવકાર્યા હતા. કાવઠ મૂકામે કાર્યક્રમનું સંચાલન જીવણભાઈ પટેલિયાએ અને આભારદર્શન હેમંત એસ.પરમારે કર્યું હતું. કાર્યક્રમ બાદ સૌએ બપોરનું ભોજન લઈ ગૌરવયાત્રાનું વઘાસ મૂકામે પ્રસ્થાન કરાવ્યું હતું. વઘાસ મૂકામે ભવ્ય સ્વાગત બાદ યોજાયેલા સમારંભમાં સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયતના પૂર્વ ડેલીગેટ પ્રાગજીભાઈ વણકર અને મહેમાનોનો પરિચય ડૉ.કે.કે.વૈષ્ણવે તથાં સંચાલન અશોક પરમારે અને આભાર દર્શન ધનજીભાઈ વણકરે કર્યું હતું.

વઘાસથી ગૌરવયાત્રાનું પ્રસ્થાન મોટીઝેર તરફ થયું ત્યારે યુવાનો બાઈક રેલી સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટીઝેરમાં ચોકમાં ડીજે ગરબા સાથે ભવ્ય સ્વાગત બાદ સમારંભમાં સ્વાગત પ્રવચન રાજુ પરમારે, મહેમાનોનો પરિચય સતિષચંન્દ્ર પટેલે, સંચાલન ગણપત પરમારે અને આભાર દર્શન રમણ એચ.પરમારે કર્યું હતું. મોટીઝેરથી લાલ માંડવા મૂકામે ગૌરવયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ત્યાં પ્રાથમિક શાળાથી ગ્રામપંચાયત સુધી ડીજે સાથે યાત્રાના સ્વાગત બાદ યોજાયેલા સમારંભમાં સ્વાગત પ્રવચન ડૉ.આર.એચ. વણકરે, મહેમાનોનો પરિચય ડી.કે.ગાંધીએ, સંચાલન નરસિંહભાઈ વણકરે અને આભાર દર્શન પ્રો.ડૉ.એલ.પી.વણકરે કર્યું હતું.

ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ/પરગણા મહાસંઘ ટ્રસ્ટ, ગાધીનગર આયોજીત વણકર ગોરવયાત્રામાં મહાસંઘ મહામંત્રી ડૉ. અમૃત પરમારે મહાસંઘ વતી એક વણકર, નેક વણકર, શ્રેષ્ઠ વણકર, દાતાર વણકરના સૂત્રો સાથે સભાને સંબોધન કરી, સવાસો પરગણામાંથી ગાધીનગર મૂકામે ઈલેક્શન બાદ થનારા વણકર સમાજ ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે સૌને મોટી સંખ્યામાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. વણકર સમાજમાં એકતા પ્રસ્થાપિત કરી, સમગ્ર વણકર સમાજનું એક મંચ બને અને વણકર સમાજમાં જાગૃતિ આવે તેવા શુભ આશયને દોહરાવી જણાવ્યું હતું કે, વણકર સમાજના ઈતિહાસમાં આ સૌથી પહેલી યાત્રા છે. ગુજરાતના તમામ વણકરની એકતાનું પ્રતીક બનશે. વણકર ગૌરવયાત્રા એકમાસથી ઉત્તર ગુજરાતમાં વિવિધ 35 પરગણામાં શિક્ષણ, એકતા અને સામાજિક જાગૃતિના સંકલ્પ સાથે નીકળી છે.

યાત્રા દરમ્યાન સવાસો પરગણા વણકર સમાજના વિવિધ વિભાગના મહાસંઘના હોદ્દેદારો ઉપપ્રમુખ ડૉ. કે.કે.વૈષ્ણવ, સહમંત્રી સતિષચંન્દ્ર પટેલ, સંગઠનમંત્રી શનાભાઈ ડી.પરમાર, ટ્રસ્ટી જીવણભાઈ પટેલિયા , ટ્રસ્ટી ડી.કે. ગાંધી, વગેરેએ ગૌરવયાત્રા માટે જહેમત ઉઠાવી હતી. યાત્રા દરમ્યાન કાવઠ અઢારગામ તરફથી રૂપિયા 2,51,000/-, વઘાસ બારગામ તરફથી રૂપિયા 1,80,000/-, મોટીઝેર સાતગામ તરફથી રૂપિયા 2,75,107/-, અને લાલમાંડવા સાત ગામ તરફથી 1,60,000/- એમ કુલ મળીને એક જ દિવસની યાત્રામાં 8,66,107/- રૂપિયા વિવિધ શ્રેષ્ઠીઓએ દાન ફાળો આપી વણકર સમાજભવન માટે સહયોગ આપ્યો હતો. વણકર ગૌરવ યાત્રામાં હસમુખ સક્સેના, નવીનભાઈ મોદી, ડી.ડી.મકવાણા, અમૃતભાઇ(ઉપ પ્રમુખ), જીવણભાઈ( પાલનપુર), દેવચંદ પી. પરમાર(બાયડ), કિશોરભાઈ (મહેસાણા), જયંતીભાઈ ભાસરીયા ઉત્સાહ પૂર્વક સતત જોડાયેલા રહીને તન, મન, ધનથી નિસ્વાર્થ ભાવે સહયોગી રહ્યાં છે. સવાસો પરગણાના દરેક વિભાગમાંથી પ્રતિષ્ઠિત વડીલો, યુવાનો, બહેનો અને બાળાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. અને સવાસો પરગણાનું ગૌરવ વધાર્યું હતું. એમ, ડૉ. એલ.પી. વણકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...