અનોખી દોડ યાત્રા:કપડવંજના યુવકોની અનોખી માનતા; યુવકો અંદાજે 108 કિમિ પાવાગઢ સુધી દોડ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

કપડવંજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં સૌ પ્રથમ વખત કપડવંજથી પાવાગઢ રનિંગ કરીને દર્શન માટે જનાર યુવાનોની દોડની શરૂઆત ભાજપના શાસક પક્ષના નેતા નિમેષસિંહ જામ અને ભાજપ શહેર પ્રમુખ આશિષ શાહનાં હસ્તે દોડનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં કપડવંજ યુવાનોની અનોખી પહેલ અને શ્રદ્ધાને ઉપસ્થિત લોકોએ બિરદાવી અને પ્રેરણા પુરી પાડી હતી. તો આ સાથે કપડવંજથી પાવગઢ અંદાજે 108 કિમિનો પ્રવાસ સંપૂર્ણ રીતે દોડીને પૂર્ણ કરવાનો હોય તેમના પરિવારજનો, મિત્રો અને ઉપસ્થિત મહેમાનોએ એમના તંદુરસ્તી માટેની પ્રાર્થના કરી હતી. ઉપરાંત આ પ્રસંગે સૌએ પ્રોત્સાહન પૂરું પાડ્યું. જેમાં યુવકો પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરશે.

શહીદવીરના ફોટો બેનર અને તિરંગા સાથે યાત્રા શરૂ કરતાં લોકોમાં છવાયો દેશપ્રેમ
તો આ સાથે કપડવંજમાંથી ઇન્ડીયન આર્મીમાં જોડાવા માટે અને ઘણા સમયથી લેખિત અને ફિઝિકલની તૈયારી કરતા યુવાનોએ કપડવંજના હિતેશસિંહ પરમાર સહિતના દેશના શહીદ વિરોને શ્રદ્ધાંજલિ હેતુ અને આર્મીમાં જોઈનિંગ થઈ જાય તે માનતા માટે કપડવંજથી પાવાગઢ યુવાનોએ તિરંગા સાથે રનીંગ યાત્રા શરૂ કરી હતી.

આ પ્રસંગે કપડવંજ શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ શાહ અને નહુષભાઈ પટેલ, ક્ષત્રિય સમાજના યુવા કાર્યકર્તા અમિતસિંહ ગોહિલ, શહીદ હિતેશસિંહનાં પરિવારજનો અને સૌ શુભેચ્છકો ઉપસ્થિત રહી રનિગમાં જોડાનાર યુવાનો રાહુલ ભાઈ, અર્પિત ભાઈ, જીજ્ઞેશ ભાઈ, ઉર્વિકભાઈ અને હર્ષભાઈને સહુએ શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...